Health Tips and Tricks : નહાયા પછી તરત જ પાણી પીવું જોઈએ કે નહીં અને શું પાણી પીવાનો પણ સાચો સમય હોય છે?

પાણી પીવાની ખોટી પદ્ધતિ પણ સ્વાસ્થ્ય બગાડી શકે છે. ઊભા રહીને કે એકદમ ઠંડુ પાણી પીવાથી શું નુકસાન થાય અને નહાયા પછી પાણી પીવું કેમ ફાયદાકારક છે? જાણો આયુર્વેદિક ટિપ્સ.

Health Tips and Tricks : નહાયા પછી તરત જ પાણી પીવું જોઈએ કે નહીં અને શું પાણી પીવાનો પણ સાચો સમય હોય છે?
| Updated on: Oct 08, 2026 | 5:51 PM

ખોરાક ખાવાના સાચા સમય વિશે તો તમે સાંભળ્યું જ હશે, પણ શું ક્યારેય પાણી પીવાના યોગ્ય સમય કે રીત વિશે સાંભળ્યું છે? જો નહીં, તો આજે જાણી લો. વાસ્તવમાં પાણી પીવાને લગતી આવી ઘણી સલાહો આયુર્વેદિક નિષ્ણાતો અને ડોક્ટરો પાસેથી અવારનવાર સાંભળવા મળે છે. આયુર્વેદના નિયમો અનુસાર, તમે જે રીતે પાણી પીવો છો તે તમારા સમગ્ર સ્વાસ્થ્ય પર અસર કરે છે. તો ચાલો જાણીએ પાણી પીવાની સાચી રીતો કઈ છે અને ક્યારે પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઉત્તમ સાબિત થઈ શકે છે.

યોગ્ય રીતે પાણી પીવાની ટિપ્સ:

  • બેસીને પાણી પીવું:

ઊભા રહીને પાણી પીવા કરતાં હંમેશાં બેસીને પાણી પીવું સ્વાસ્થ્ય માટે વધુ સારું માનવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં ફ્લુઇડ્સ (પ્રવાહી)નું સંતુલન બગડે છે, જે સાંધાના દુખાવાનું કારણ બની શકે છે. બેસીને શાંતિથી પાણી પીવાથી નર્વસ સિસ્ટમ અને સ્નાયુઓ રિલેક્સ રહે છે તેમજ પાણી પેટના પાચક રસો સાથે સરળતાથી ભળી જાય છે.

  • નહાયા પછી પાણી પીવું:

સ્નાન કર્યા પછી સામાન્ય રીતે બ્લડ પ્રેશરમાં થોડો ફેરફાર કે વધારો થતો હોય છે. નહાયા પછી તરત એક ગ્લાસ પાણી પી લેવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને બ્લડ પ્રેશર સંતુલિત રાખવામાં મદદ મળે છે. તેથી સ્નાન કર્યા પછી પાણી પીવું ફાયદાકારક બની શકે છે.

  • અતિશય ઠંડા પાણીથી પરહેજ:

ખૂબ જ ઠંડુ કે બરફવાળું પાણી પીવાથી પાચનક્રિયા નબળી પડી શકે છે. આ ઉપરાંત, ઠંડુ પાણી શરીરના આંતરિક અંગો સુધી બ્લડ સપ્લાયને ધીમો પાડે છે, જેના કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે. રૂમના તાપમાન વાળું અથવા હૂંફાળું ગરમ પાણી પીવું ઉત્તમ છે. તેનાથી પેટ ફૂલવું અને પેટના દુખાવામાં પણ રાહત રહે છે.

  • સવારે ઉઠતાની સાથે જ પાણી પીવું:

સવારે ઊઠીને કંઈ પણ ખાધા પહેલાં કે શૌચ જતાં પહેલાં નવશેકું કે સાદું પાણી પીવું સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. આનાથી શરીરમાંથી હાનિકારક ટોક્સિન્સ (ઝેરી તત્ત્વો) બહાર નીકળી જાય છે અને આંતરડાની યોગ્ય રીતે સફાઈ થાય છે.

Disclaimer:

આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

જ્યારે બંદૂક ઉપાડી પાકિસ્તાનને પાઠ ભણાવવા સરહદે પહોંચી ગયા હતા નાના પાટેકર, કારગિલ યુદ્ધમાં સેના સાથે વિતાવ્યા હતા 60 દિવસ

Follow Us
Loading...
Unable to load recommendations.