સવારે ભૂખ્યા પેટે ચા પીવી જોઈએ કે નહીં? તે સ્વાસ્થ માટે ફાયદાકારક છે? જાણો શું કહે છે નિષ્ણાંત

|

Jul 25, 2023 | 2:14 PM

લોકો પોતાના દિવસની શરુઆત ગરમ ચાથી કરે છે, જેથી તેમનો આખો દિવસ સારો રહે. ઘણા લોકોને સવારે ખાલી પેટ ચાનું સેવન કરવાની આદત હોય છે. ભૂખ્યા પેટ ચા પીવાથી સ્વાસ્થ્ય પર તેની અસર પડે છે.

સવારે ભૂખ્યા પેટે ચા પીવી જોઈએ કે નહીં? તે સ્વાસ્થ માટે ફાયદાકારક છે? જાણો શું કહે છે નિષ્ણાંત

Follow us on

ભારતમાં લાખો લોકો ચાના (Tea) ચાહક છે. કેટલાક લોકો ચા પાછળ એટલા પાગલ હોય છે કે દિવસમાં 10થી વધારે કપ ચા પીવે છે. લોકો પોતાના દિવસની શરુઆત ગરમ ચાથી કરે છે, જેથી તેમનો આખો દિવસ સારો રહે. ઘણા લોકોને સવારે ખાલી પેટ ચાનું સેવન કરવાની આદત હોય છે. પરંતુ ભૂખ્યા પેટ ચા પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. ચાલો જાણીએ કે સવારે ખાલી પેટ ચાનું સેવન કરવાથી કેવા નુકશાન (Tea Side Effects) થઈ શકે છે.

એસિડિટી

ખાલી પેટ ચા પીવાથી એસિડિટીની સમસ્યા વધી જાય છે. તેનાથી પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે. તેથી સવારે ખાલી પેટ ચા પીવાનું ટાળો.

પેટમાં બળતરા

ખાલી પેટ ચા પીવાથી પેટમાં બળતરા થઈ શકે છે. જેના કારણે ઉબકા, ઉલ્ટી અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સર્વાઇકલ કેન્સર હોય તો કેવી રીતે ખબર પડે ?
CBI એજન્ટનો પગાર કેટલો હોય છે? કેવી રીતે થાય છે સિલેક્શન, જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 24-01-2025
1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ

પેટનું ફૂલવું અને ગેસની સમસ્યા

સવારે ખાલી પેટ ચા પીવાથી પેટનું ફૂલવું અને ગેસની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ તમારી પાચન તંત્ર પર ખૂબ જ ખરાબ અસર કરે છે.

ચક્કર આવવા

ચામાં કેફીન હોય છે. જેના કારણે ઘણા લોકોને ચક્કર આવે છે. જે ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે.

ભૂખ ઓછી લાગવી

રોજ ખાલી પેટ ચા પીવાથી તમારી ભૂખ ઓછી થાય છે. ઘણા લોકો દિવસમાં ઘણી વખત ચા પીતા હોય છે. આ કારણે તમારો ખોરાક ઓછો થવા લાગે છે. જેના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે.

ઊંઘ ન આવવી

ખાલી પેટ ચા પીવાથી અનિદ્રાની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમાં રહેલ કેફીન તમારી ઊંઘની ગુણવત્તાને બગાડે છે. તમારા બ્લડ પ્રેશરનું સ્તર વધારે છે. તણાવની સમસ્યા વધે છે.

આ પણ વાંચો : Rajiv Dixit Health Tips: આ એક નિયમથી 40 બીમારીઓ થશે દૂર, રાજીવ દીક્ષિતે જણાવ્યું ભોજનના સમયમાં કરો આટલો ફેરફાર

વજનમાં વધારો

સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે ચા પીવાથી તમારું વજન ઝડપથી વધી શકે છે કારણ કે તેમાં શુગરનું પ્રમાણ રહેલું હોય છે.

અલ્સરની સમસ્યા

ભૂખ્યા પેટે ચા પીવાથી પેટમાં અલ્સરની સમસ્યા તો થઈ શકે છે, સાથે જ શરીરમાં પ્રોટીનની ઉણપનો પણ ખતરો રહે છે.

બ્લડ પ્રેશર વધી શકે

ચામાં કેફીનનું પ્રમાણ સૌથી વધારે હોય છે, જે બ્લડ પ્રેશર વધારવા માટે કારણભૂત છે.

હાડકાના રોગનો ભય

ખાલી પેટ ચા પીવાથી સ્કેલેટલ ફ્લોરોસિસ નામની બીમારી પણ થઈ શકે છે. આ રોગ હાડકાંને અંદરથી નબળા બનાવે છે. આ રોગમાં શરીરમાં આર્થરાઈટીસ જેવો દુઃખાવો થાય છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 1:50 pm, Tue, 25 July 23

Next Article