Health Tips: શિયાળામાં જ નહીં પરંતુ બારેમાસ ખાવા જોઈએ તલ, સેવન કરવાથી મળશે આટલા ફાયદાઓ

|

Sep 10, 2021 | 11:25 PM

શિયાળામાં તો આપણે તલ ખાઈએ જ છીએ, પરંતુ એ સિવાય પણ આપણે વિવિધ રીતે ખોરાકમાં તલનો ઉપયોગ કરવો જોઈએ. આજે અમે તમને જણાવીશુ તલના ફાયદાઓ.

Health Tips: શિયાળામાં જ નહીં પરંતુ બારેમાસ ખાવા જોઈએ તલ, સેવન કરવાથી મળશે આટલા ફાયદાઓ
Health Benefits of Sesame Seeds

Follow us on

તલ (Sesame Seeds) આપણા શરીર માટે ખૂબ જ પૌષ્ટિક છે. તલ ત્રણ પ્રકારના હોય છે-કાળા, સફેદ અને લાલ. પરંતુ તેમાંથી કાળા તલ ખુબ જ શ્રેષ્ઠ હોય છે. શિયાળામાં તો આપણે તલ ખાઈએ જ છીએ, પરંતુ એ સિવાય પણ આપણે વિવિધ રીતે ખોરાકમાં તલનો ઉપયોગ કરવો જોઈએ. આજે અમે તમારા માટે તલના ફાયદાઓ લઈને આવ્યા છીએ.

તલ ખાવાના ફાયદા

1. તલની અંદર પ્રોટીન, કેલ્શીયમ અને લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલના સેવનથી માનસિક દુર્ઘટના તેમજ તણાવ દૂર થાય છે. 50 ગ્રામ તલ દરરોજ ખાવાથી કેલ્શીયમની આવશ્યકતા પુર્ણ થાય છે.

2. દરરોજ દાંત સાફ કરવા માટે એક મોટી ચમચી તલ ખાવ તેનાથી દાંત મજબુત થાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

3. વાળ અકાળે સફેદ થઈ જાય અને ખરવા લાગે તો તલનું સેવન કરો.

4. દરરોજ બે ચમચી કાળા તલ ચાવીને ખાવ અને ઠંડુ પાણી પીવો. નિયમિત આનું સેવન કરવાથી મસા ઠીક થઈ જાય છે.

5. તલ પીસીને શુદ્ધ ઘી અને કપૂરની સાથે આને ભેળવીને બળેલી જગ્યાએ આનો લેપ કરો.

6. કબજીયાત થવા પર પચાસ ગ્રામ તલ પીસીને તેની અંદર થોડુક ગળ્યું ભેળવીને ખાવ.

7. બાળક સુતી વખતે પેશાબ કરતું હોય તો પીસેલા કાળા તલને ગોળની સાથે ભેળવીને લાડુ બનાવી તેને રોજ રાત્રે એક લાડુ ખવડાવી દો.

8. તલ અને સાકરને પાણીમાં ઉકાળીને પીવો આનાથી ખાંસી દૂર થઈ જાય છે.

9. એક ચમચી કાળા તલ ચાવીને તેની ઉપર પાણી પીવાથી પેટનો દુ:ખાવો ઓછો થઈ જાય છે.

10. તલના તેલમાં હીંગ અને સુંઠ નાંખીને ગરમ કરેલા તેલની માલિશ કરવાથી કમરનો દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો અને કોઈ પણ અંગ જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે.

11. તલના તેલમાં થોડુક સિંધાલુણ ભેળવીને મોઢાના ચાંદાની અંદર લગાવવાથી તે જલ્દી મટી જાય છે.

12. ફાટેલી એડીઓમાં ગરમ તેલની અંદર સીંધાલુણ અને મીણ ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે.

13. તલને પીસીને માખણની સાથે ભેળવીને નિયમિત રીતે ચહેરા પર લગાવવાથી રંગ સાફ થાય છે અને ચહેરા પરના ખીલ અને કાળા ડાઘ દૂર થાય છે.

 

 

આ પણ વાંચો –GANDHINAGAR : રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં શહેરમાં ભારે અને અતિભારે વરસાદ પડશે

 

આ પણ વાંચો –Mandi : અમરેલી APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 7480 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

 

આ પણ વાંચો –Video : લગ્નના દિવસે દુલ્હા-દુલ્હને રમી Free Fire ની ગેમ ! લોકો એ કહ્યુ “એક શાદી ઐસી ભી”

Published On - 9:56 am, Fri, 10 September 21

Next Article