Prediabetes: યુવાનોમાં પ્રી-ડાયાબિટીસનું જોખમ વધ્યું, જાણો કેવી રીતે આ ખતરાને ટાળી શકાય

ખરાબ જીવનશૈલીના કારણે યુવાનો પણ પ્રી-ડાયાબિટીસનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, પ્રી-ડાયાબિટીસને કારણે હૃદય રોગ, સ્ટ્રોક અને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ સૌથી વધુ રહે છે. થોડી કાળજી રાખવાથી ડાયાબિટીસના આ જોખમથી બચી શકાય છે.

Prediabetes: યુવાનોમાં પ્રી-ડાયાબિટીસનું જોખમ વધ્યું, જાણો કેવી રીતે આ ખતરાને ટાળી શકાય
Prediabetes
| Edited By: | Updated on: Jul 30, 2023 | 5:47 PM

સમગ્ર વિશ્વમાં કરોડો લોકો પ્રિડાયાબિટીસની (Prediabetes) સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. પ્રીડાયાબિટીસ એ એવી સ્થિતિ છે જેમાં તમારુ બ્લડ સુગર સામાન્ય સ્તરથી વધી જાય છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, પ્રિ-ડાયાબિટીસ હોવાનો અર્થ એ છે કે તમારા લોહીમાં ગ્લુકોઝ (સુગર)નું સ્તર સામાન્ય કરતા વધારે છે. પરંતુ એવું નથી કે તમને ટાઇપ 2 ડાયાબિટીસ છે.

હૃદય રોગ, સ્ટ્રોક અને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ

ખરાબ જીવનશૈલીના કારણે યુવાનો પણ પ્રી-ડાયાબિટીસનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, પ્રી-ડાયાબિટીસને કારણે હૃદય રોગ, સ્ટ્રોક અને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ સૌથી વધુ રહે છે. થોડી કાળજી રાખવાથી ડાયાબિટીસના આ જોખમથી બચી શકાય છે. ચાલો જાણીએ કે યુવાનો આ ખતરાને કેવી રીતે ટાળી શકે છે.

કયા લોકોને વધારે જોખમ

જે લોકોનું વજન વધારે છે
45 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય
માતા-પિતા અથવા ભાઈ-બહેનમાં ટાઇપ 2 ડાયાબિટીસ હોય
જે લોકો શારીરિક પ્રવૃત્તિ ઓછી કરે છે

આહારમાં કરો આ ફેરફાર

ડાયાબિટીસનું જોખમ ઓછું કરવા માટે, સૌ પ્રથમ તમારા આહારમાં ફેરફાર કરવો જોઈએ. જો તમે વધુ કાર્બોહાઇડ્રેટ્સ ખાઓ છો, તો તેને તરત જ બંધ કરો. વધારે સુગર વાળી વસ્તુઓથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરો. તમારા આહારમાં બને ત્યાં સુધી બરછટ અનાજ, ફળ અને લીલા શાકભાજીનો સમાવેશ કરો.

કસરત કરો

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે પ્રી-ડાયાબિટીસની સમસ્યાથી પીડિત લોકોએ દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટનું વર્કઆઉટ કરવું જોઈએ. તેનાથી માત્ર વજન જ નથી ઘટતું, પરંતુ ઇન્સ્યુલિનની કામગીરીમાં પણ સુધારો થાય છે.

આ પણ વાંચો : Eye Flu માં કાળા ચશ્મા પહેરવા કેટલા યોગ્ય ? જાણો શું કહે છે નિષ્ણાત

ધુમ્રપાન ન કરો

ધૂમ્રપાન માત્ર કેન્સરનું કારણ નથી, પરંતુ તે ડાયાબિટીસનું જોખમ પણ વધારે છે. ધૂમ્રપાનથી ડાયાબિટીસનું જોખમ લગભગ 40 ટકા વધી જાય છે. આ સાથે હૃદયની બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે.

પૂરતી ઊંઘ લો

દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લો. પૂરતી ઊંઘ ન લેવાથી શરીરમાં ઇન્સ્યુલિન પ્રતિકાર વધે છે, જે ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીસ તરફ દોરી શકે છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો