વારંવાર થતી કબજિયાત છે ‘ખતરનાક’! શરીરના આ ગંભીર સંકેતોને ક્યારેય ન કરશો ‘ઇગ્નોર’

આજકાલ કબજિયાતની સમસ્યા સામાન્ય લાગે છે પરંતુ જો તેને નજરઅંદાજ કરવામાં આવે તો તે કોઈ ગંભીર બીમારીનું કારણ બની શકે છે. આખરે કયા લક્ષણોને ચેતવણી તરીકે લેવા જોઈએ અને વારંવાર થતી કબજિયાત પાછળ કયા ગંભીર સ્વાસ્થ્ય જોખમો છુપાયેલા હોઈ શકે છે?

વારંવાર થતી કબજિયાત છે ખતરનાક! શરીરના આ ગંભીર સંકેતોને ક્યારેય ન કરશો ઇગ્નોર
| Updated on: Nov 16, 2026 | 4:58 PM

આજકાલ લોકોમાં કબજિયાતની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જો કે, ઘણા લોકો તેને સામાન્ય મુશ્કેલી સમજીને નજરઅંદાજ કરી દે છે. આ બધા વચ્ચે જો તમને વારંવાર કબજિયાતની પરેશાની થઈ રહી છે, તો તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. હવે સવાલ એ છે કે, કબજિયાતના કયા સંકેતોને ચેતવણી તરીકે લેવા જોઈએ?

વારંવાર કબજિયાતની સમસ્યા થવાથી કઈ બીમારીઓ શકે છે?

  1. પેટનો દુખાવો પીઠ સુધી જવો: પેટમાં તીવ્ર કે સતત રહેતો દુખાવો, જે પીઠ સુધી અનુભવાય, તો તે સામાન્ય કબજિયાત કરતાં ક્યાંય વધુ ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તરત જ ડૉક્ટરને બતાવવું જોઈએ.
  2. ગેસ ન નીકળી શકવો, પેટ ફૂલવું અને ઊલટી આવવી: આ ‘બાવલ ઓબ્સ્ટ્રક્શન’ (આંતરડામાં અવરોધ) ના ચેતવણી સંકેતો હોઈ શકે છે. આનો મતલબ છે કે, તમારા આંતરડામાં કોઈ અવરોધ છે. આ એક મેડિકલ ઇમરજન્સી છે.
  3. મળમાં લોહી આવવું: મળનો રંગ ચમકતો લાલ, ઘેરો લાલ અથવા કાળો અને ચીકણો હોવો, આંતરડા કે પાચન તંત્રમાંથી લોહી વહેવા (ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગ) નો સંકેત હોઈ શકે છે. તેને હંમેશાં બવાસીર જ માની લેવાની ભૂલ ન કરો.
  4. મળનું પાતળું થવું: મળના આકારમાં સતત બદલાવ આવવો અને એવું અનુભવાવું કે પેટ પૂરેપૂરી રીતે સાફ નથી થયું, કોલોન અથવા મળાશયના સંકોચાઈ જવાનો સંકેત હોઈ શકે છે.
  5. 45 વર્ષની ઉંમર પછી અચાનક કબજિયાત થવી: જો તમારું પેટ હંમેશાં નિયમિત રૂપે સાફ થતું રહ્યું છે પરંતુ અચાનક તમને કબજિયાત થઈ જાય અને તે એક અઠવાડિયા કરતાં વધુ સમય સુધી રહે, તો તેની તપાસ જરૂર કરાવો.

ડૉક્ટર એ પણ કહે છે કે, આ લક્ષણોનો મતલબ હંમેશાં કોલન કેન્સર કે આંતરડામાં અવરોધ જ હોતો નથી. ઇરિટેબલ બાવલ સિન્ડ્રોમ, કેટલીક દવાઓની અસર અથવા પાચન સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓના કારણે પણ મળ ત્યાગની આદતોમાં બદલાવ આવી શકે છે.

જો કબજિયાતની સમસ્યા નવી છે, સતત જળવાઈ રહે છે અથવા તેનું કોઈ સ્પષ્ટ કારણ સમજાઈ રહ્યું નથી, તો તેને ક્યારેય નજરઅંદાજ ન કરો. ખાસ કરીને ત્યારે, જ્યારે તેની સાથે અન્ય સંકેતો પણ દેખાઈ રહ્યા હોય.

ડિસ્ક્લેમર: (આ આર્ટિકલ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)

શિયાળામાં રોજ ‘બદામ’ ખાવાથી શું થાય ? જાણી લો, ક્યારેય ન સાંભળેલા આ ‘5 મોટા ફાયદા’

Follow Us
Loading...
Unable to load recommendations.