Rajiv Dixit Health Tips: નબળી રોગપ્રતિકારક શક્તિથી વધે છે રોગોનું જોખમ, રાજીવ દીક્ષિતે જણાવ્યા Immunity Booster કરવાના ઘરેલુ ઉપાયો

|

Mar 21, 2023 | 7:01 PM

નવી ઋતુની શરૂઆત થતાની સાથે જ શરદી, ફ્લૂ અને શ્વાસ સંબંધી રોગો થવાનું જોખમ પણ વધી જાય છે. આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાનું જોખમ વધી જાય છે, જેના કારણે લોકો બીમાર પડે છે.

Rajiv Dixit Health Tips: નબળી રોગપ્રતિકારક શક્તિથી વધે છે રોગોનું જોખમ, રાજીવ દીક્ષિતે જણાવ્યા Immunity Booster કરવાના ઘરેલુ ઉપાયો

Follow us on

બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ વધારાની સાવચેતી રાખવી જોઈએ. બદલાતા હવામાનનો સામનો કરવા અને શરીરને અંદરથી મજબૂત બનાવવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ જરૂરી છે. હેલ્થ એક્સપર્ટના મતે મોટાભાગના લોકો સવારના સમયે ઉઠ્યા હોવા છતા ઘરની અંદર જ રહે છે, જેના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે તેઓ સરળતાથી બીમાર પડી જાય છે.

રાજીવ દીક્ષિતના મતે, ભારત વિટામીન અને મિનરલ્સનો ખજાનો છે. તેમણે કહ્યું છે કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારા આહારમાં કેટલીક ખાદ્ય વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips: આ 3 જડીબુટ્ટીઓ પેટનો દુખાવો, ગેસ કે બળતરા કરશે દૂર, રાજીવ દીક્ષિતે જણાવ્યો ઘરેલું ઉપાય

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

બ્રોકોલી

બ્રોકોલીમાં ઘણા આયુર્વેદિક અને ઔષધીય ગુણો છે. પરંતુ આનું સેવન બહુ ઓછા લોકો કરે છે. પરંતુ નિષ્ણાતો આ શાકભાજીને નિયમિત આહારમાં સામેલ કરવાની ભલામણ કરે છે. બ્રોકોલીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. બ્રોકોલીમાં નારંગી જેટલું વિટામિન સી હોય છે. તેથી જ નિષ્ણાતો આહારમાં બ્રોકોલીનો સમાવેશ કરવાની ભલામણ કરે છે.

 

 

ગાજર

ગાજરમાં અનેક ઔષધીય ગુણો છે. ગાજરનું નિયમિત સેવન રોગપ્રતિકારક શક્તિને બમણી કરે છે. ગાજરમાં બીટા-કેરોટીન હોય છે, જે થોડા સમય પછી વિટામીન Aમાં ફેરવાય છે. વિટામિન Aમાં બળતરા વિરોધી ગુણધર્મો હોવાનું કહેવાય છે, જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.

આદુ

આદુને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરવામાં કારગર માનવામાં આવે છે. તેના બળતરા વિરોધી ગુણધર્મો શરદી સંબંધિત ઘણી સમસ્યાઓથી રાહત આપે છે. એટલું જ નહીં તેના ઉપયોગથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે.

શક્કરીયા

તેમાં વિટામિન A, પોટેશિયમ જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો મળી આવે છે. નિષ્ણાતોના મતે, તેના નિયમિત સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વિટામિન સીની ઉણપ પણ દૂર થાય છે. તમે શક્કરિયાને બાફીને અથવા શેકીને ખાઈ શકો છો.

બાજરો, રાગી અને લીલા શાકભાજી ખાઓ

બાજરી, રાગી જેવા અનાજને આહારમાં સામેલ કરવા જોઈએ. આ અનાજ શરીરને આવશ્યક વિટામિન્સ અને ખનિજો પ્રદાન કરે છે જે એકંદર આરોગ્ય માટે જરૂરી છે. તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, પાલક, આમળાં, બથુઆનો સમાવેશ કરો. તેઓ મેગ્નેશિયમથી સમૃદ્ધ છે અને શરીરમાં સેલ્યુલર પ્રક્રિયાઓનું નિયંત્રિત કરે છે.

ગુંદરના લાડુ ખાઓ

શરીરને ભરેલું રાખવા માટે ઉર્જાથી ભરપૂર ગુંદરના લાડુ ખાઓ. રોગપ્રતિકારક શક્તિ વધારવા અને બળતરા ઓછી કરવા માટે સૂતા પહેલા હળદરનું ગરમ ​​દૂધ પીવું જોઈએ.

 

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Next Article