Rajiv Dixit Tips: રાજીવ દીક્ષિતે જણાવ્યા એનિમિયા માટે ઘરેલુ ઉપચાર, જુઓ Video

|

May 21, 2023 | 7:00 AM

પુરૂષો કરતાં સ્ત્રીઓ વધુ એનિમિયા જોવા મળે છે. એનિમિયાના કેટલાક લક્ષણોમાં શરીરનો વહેલો થાક, ચક્કર, ત્વચા નિસ્તેજ, સતત માથાનો દુખાવો વગેરેનો સમાવેશ થાય છે. આવો તમને જણાવીએ કે એનિમિયાથી રાહત મેળવવા માટેના ઘરેલુ ઉપાય.

Rajiv Dixit Tips: રાજીવ દીક્ષિતે જણાવ્યા એનિમિયા માટે ઘરેલુ ઉપચાર, જુઓ Video
Rajiv Dixit Tips

Follow us on

માનવ શરીરમાં આયર્નનું કુલ પ્રમાણ શરીરના વજન પ્રમાણે 3 થી 5 ગ્રામ હોય છે. જો આ સંખ્યાથી આ પ્રમાણ ઘટે છે, તો શરીરમાં હિમોગ્લોબિનનું નિર્માણ ઘટે છે અને શરીરમાં લોહીની ઉણપ થાય છે. તેનો એક ગેરફાયદો એ છે કે શરીરના કોષોમાં ઓક્સિજનની ગતિ ઘટી જાય છે જેના કારણે શરીરને પૂરતી ઉર્જા મળતી નથી અને વ્યક્તિ એનિમિયાનો ભોગ બને છે.

આ પણ વાંચો: Thalapathy Vijay: થલાપતિ વિજય બન્યો ભારતનો હાઈએસ્ટ પેડ એક્ટર, આગામી ફિલ્મ માટે મોટી રકમની કરી માગ

આ સાથે જો શરીરમાં ફોલિક એસિડ અને વિટામિન B12 ની ઉણપ હોય તો પણ વ્યક્તિ એનિમિયાનો ભોગ બની શકે છે. પુરૂષો કરતાં સ્ત્રીઓ વધુ એનિમિયા જોવા મળે છે. એનિમિયાના કેટલાક લક્ષણોમાં શરીરનો વહેલો થાક, ચક્કર, ત્વચા નિસ્તેજ, સતત માથાનો દુખાવો વગેરેનો સમાવેશ થાય છે. આવો તમને જણાવીએ કે એનિમિયાથી રાહત મેળવવા માટેના ઘરેલુ ઉપાય.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

લોહી વધારવાની આવી રીત, જે દરેક ઉંમરમાં ઉપયોગી થશે

શરીરમાં લોહીની ઉણપને કારણે નબળાઈ વધે છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો છાતીમાં દુખાવો, થાક અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. રાજીવ દીક્ષિતે બચવા માટે પાલકનો રસ પીવાની ભલામણ કરે છે. તેમના મતે પાલકના શાક ખાવાથી અથવા તેને સલાડમાં ભેળવીને ખાવાથી પણ હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને નબળાઈ દૂર થાય છે.

લોહીને શુદ્ધ કરવાની આ શ્રેષ્ઠ રીતો પણ છે

લોહીને શુદ્ધ કરવા માટે આદુના રસમાં લીંબુનો રસ, કાળા મરી અને મીઠું ભેળવીને પીવાની સલાહ આયુર્વેદિક તેમના મતે દરરોજ એક આમળા ખાવાથી લોહી શુદ્ધ થાય છે. આ સિવાય લસણમાં હાજર એલિસિન લોહીને શુદ્ધ કરે છે. તેને તમારા આહારમાં સામેલ કરવાથી એનિમિયા પણ અટકે છે.

જાણો લોહી વધારવાની સરળ રેસિપી

રોજ મધમાં પાલકનો રસ ભેળવીને પીવો. તેનાથી લોહી વધે છે. જો તમે ઈચ્છો તો પાલકની શાક બનાવીને પણ ખાઈ શકો છો.

એટલા માટે છે ફાયદાકારક

પાલકમાં આયર્ન, વિટામિન B12 અને ફોલિક એસિડ હોય છે. તેમાં મધ ભેળવીને પીવાથી આયર્નની માત્રા વધે છે. લોહીની ઉણપ (એનિમિયા) દૂર થાય છે.

બીજું શું કરવું

ખોરાકને હંમેશા લોખંડના વાસણમાં રાંધો, તેનાથી ખોરાકમાં આયર્નનું પ્રમાણ વધે છે.

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article