
હરસ અને મસા એવી બીમારી છે જેમાં મળદ્વારની અંદર અથવા બહારની તરફ મસા થાય છે. આ મસામાં ઘણી વખત લોહી નીકળતું હોય છે અને સખત દુખાવો થાય છે. ક્યારેક જોર લગાવવા પર મસા બહાર આવી જાય છે. જેમાં અસહ્ય દુખાવો થાય છે. રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે. તેમણે આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા શારીરિક બિમારીઓને સુધારવા માટેના ઉપાયો આપ્યા છે.
આ પણ વાચો: Rajiv Dixit Health Tips: માસિક મોડું કે ઓછું આવવાની સમસ્યા છે તો રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય
રોજનું ખાવાનું અને લાઇફસ્ટાઇલના કારણે મોટા ભાગના લોકોને પાઇલ્સની પ્રોબ્લેમ થાય છે, પરંતુ તે વારસાગત પણ હોય શકે છે. બેઠુ જીવન, તીખું-તળેલું વધુ પ્રમાણમાં ખાવું અને ખાસ કરીને કબજિયાતની તકલીફ રહેતી હોય એવા લોકોને પાઈલ્સ થવાની શક્યતા વધે છે.
મસા સામાન્ય રીતે સ્કીન પર કોઈ પણ જગ્યાએ થઈ શકે છે, પરંતુ જે મળદ્વારના છિદ્ર પર કે નળીમાં થાય છે તેને પાઈલ્સ કહેવાય છે. મસાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. કોઈ સરસવના દાણા જેટલા નાના હોય છે, તો કોઈ બદામ જેટલા મોટા, તો કોઈ ગોળ જેવા હોય છે, જ્યારે કોઈ લાંબા, તો કોઈ મસાના ફૂલી જવાથી મળમાર્ગ અવરોધાય છે, જેથી મસાના રોગીઓમાં મળત્યાગ વખતે અધિક સમય લાગે છે અને અસહ્ય દુખાવો થાય છે, છોલાય જાય છે અને લોહી પણ નીકળે છે.
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી