PMBJP : આ સરકારી યોજના તમારો દવા પાછળનો ખર્ચ 90 ટકા સુધી ઓછો કરી રહી છે, જાણો ક્યાંથી અને કઈ રીતે મળશે સસ્તી દવા

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના ટ્વીટમાં કહ્યું કે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પ્રોજેક્ટ હેઠળ નાણાકીય વર્ષ 2021-22માં દેશભરના લોકોએ દવાઓની ખરીદી પર 5360 કરોડ રૂપિયાની બચત કરી છે  જ્યારે આ બચત વર્ષ 2019-20માં 2500 કરોડ અને 2020-21માં 4000 કરોડ હતી.

PMBJP : આ સરકારી યોજના તમારો દવા પાછળનો ખર્ચ 90 ટકા સુધી ઓછો કરી રહી છે, જાણો ક્યાંથી અને કઈ રીતે મળશે સસ્તી દવા
Pradhan Mantri Bhartiya Janaushadhi Pariyojana Store
| Edited By: | Updated on: May 21, 2022 | 8:32 AM

ભારત સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પ્રોજેક્ટ (PMBJP- Pradhan Mantri Bhartiya Janaushadhi Pariyojana)દ્વારા સામાન્ય માણસને સારો લાભ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ સ્કીમ હેઠળ દેશનો કોઈપણ નાગરિક સરકારી જનઔષધિ સ્ટોર્સમાંથી ખૂબ જ સસ્તા ભાવે જેનરિક દવાઓ ખરીદી શકે છે. આથી જેમ જેમ લોકોને સરકારની આ યોજનાની માહિતી મળી રહી છે તેવી જ રીતે સરકારી જનઔષધી સ્ટોર્સમાં વેચાણ પણ વધી રહ્યું છે. એટલું જ નહીં વેચાણની સાથે લોકોની બચતમાં પણ જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને વડાપ્રધાનના ભારતીય જનઔષધિ પ્રોજેક્ટમાંથી બચત વિશે માહિતી શેર કરી હતી.

PMBJP હેઠળ વર્ષ 2021-22માં 5360 કરોડની બચત

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના ટ્વીટમાં કહ્યું કે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પ્રોજેક્ટ હેઠળ નાણાકીય વર્ષ 2021-22માં દેશભરના લોકોએ દવાઓની ખરીદી પર 5360 કરોડ રૂપિયાની બચત કરી છે  જ્યારે આ બચત વર્ષ 2019-20માં 2500 કરોડ અને 2020-21માં 4000 કરોડ હતી.

જેનરિક દવાઓ બજાર કરતા ઘણી ઓછી કિંમતે ઉપલબ્ધ છે

જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર જનતાની સેવા માટે સસ્તા ભાવે જેનરિક દવાઓના વેચાણ માટે દેશના ખૂણે-ખૂણે જનઔષધિ કેન્દ્રો ચલાવી રહી છે. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પ્રોજેક્ટની વેબસાઈટ પરથી મળેલી માહિતી અનુસાર આ યોજના હેઠળ જનઔષધિ કેન્દ્રો પર 1616 પ્રકારની દવાઓ અને 250 સર્જિકલ વસ્તુઓ ઉપલબ્ધ છે જેની કિંમત બજાર કરતા ઘણી ઓછી છે. ગુજરાતના ઘણાં શહેરોમાં આ સ્ટોર્સ ઉપલબ્ધ છે જ્યાં સામાન્ય દવા સ્ટોરની જેમ દવા મેળવી શકાય છે. આ દવાઓની કિંમત મોંઘી દવાઓની સરખામણીએ 90 ટકા સુધી સસ્તી હોય છે.

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2008માં કરવામાં આવી હતી

દેશભરમાં સરકારનો આ પ્રોજેક્ટ રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના અધિકાર હેઠળ ચલાવવામાં આવે છે. PMBJPની વેબસાઈટ પર પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રોજેક્ટ કેમીકલત અને કાર્ટિલાઇઝર મંત્રાલય દ્વારા વર્ષ 2008 માં શરૂ કરવામાં આવ્યો હતો.

Published On - 8:32 am, Sat, 21 May 22