અત્યારે હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યા નાના – મોટા બધામા જોવા મળે છે. પહેલા હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યા 55 વર્ષથી મોટી વયના લોકોમા જ જોવા મળતી હતી. પરંતુ અત્યારે આ બધી જ બિમારીઓ 30 વર્ષના લોકોમા પણ જોવા મળે છે. જેનુ કારણ અત્યારના ખોરાક અને તણાવ ભર્યા જીવનના છે. નાની ઉમરના લોકોમા ભણવાનુ અને પરીક્ષાના તણાવના કારણે તેમને હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યા ઉત્પન થાય છે.
બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે લોકો અનેક પ્રકારના ઉપયાગ કરતા હોય છે જેમા કેટલાક ઘરેલુ ઉપચાર પણ કરતા હોય છે. આજે આપણે જે સુપરફુડની વાત કરવાના છીએ તેને સરગવો કહેવામા આવે છે. મોટા ભાગના લોકો આ પ્લાન્ટને સરગવાના ઝાડ તરીકે ઓળખવામા આવે છે.આ ખાવામા ટેસ્ટી અને હેલ્ધી હોય છે. જે શરીર માટે ખૂબ જ લાભકારક છે.
સરગવામા પોષક તત્વોનો પાવર હાઉસ તરીકે પણ ઓળખાય છે. આમા અનેક પોષક તત્વોનો સમાવેશ છે, જે આપણા શરીર માટે લાભકારક છે. સરગવામા વિટામિન-એ,વિટામિન-B1,વિટામિન-B2, વિટામિન-B3, વિટામિન-B6, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ , ફોલેટ, ઝીંક, આયન જેવા તત્વો જોવા મળે છે.
સરગવા પાનને તમે ચટણી, લીલોતરી અથવા શાકભાજીના રૂપમાં ખાઈ શકો છો. તે ખાવાથી તમારી ભૂખ શાંત થશે અને તે શરીરમા એન્ટિબાયોટિક ગોળીઓ જેવુ કાર્ય કરે છે
જે લોકોને ઝડપથી એલર્જી થઈ જાય છે, તેઓએ અઠવાડિયામાં ઓછામાં ઓછા 4 દિવસ આ પાંદડાનું સેવન કરવું જોઈએ. જેના કારણ તે શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે અને તે એલર્જીથી બચાવે છે.
જો તમારી ઉમરની અસર તમારી ત્વચા પર પડવા લાગી હોય તો સરગવાના પાનનુ સેવન તમારા રોજિંદા આહારમાં સામેલ કરવાની સાથે તેની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવવાથી તમારી ત્વચા અંદર અને બહાર બંને બાજુથી સ્વસ્થ થઈ જશે અને ફરી એકવાર ચહેરા પર ગ્લો જોવા મળશે.
સરગવાના પાન ગરમ માનવામાં આવે છે. તેથી જે લોકોને એસિડિટી, પાઈલ્સ, ખીલ અને રક્તસ્રાવની સમસ્યા હોય તેમણે તેનું સેવન ઓછું કરવું જોઈએ. પરંતુ ત્વચા પર લગાડવા માટે તેનો ઉપયોગ કરી શકે છે .
ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો