Meditation : સવારે 9 થી 5 ની નોકરીમાં ધ્યાન ધરવા માટે નથી સમય, તો આ રીતે પોતાને આપો માત્ર 10 મિનિટ

|

Jul 05, 2022 | 9:38 AM

નોકરીયાત કે વ્યાવસાયિકો માટે ધ્યાન કરવાનો શ્રેષ્ઠ સમય કયો છે, તે જાણવું પણ જરૂરી છે. 9 થી 5 નોકરી કરનારા દિવસમાં બે વખતમાં ધ્યાન કરી શકે છે. ઓફિસમાં પ્રથમ લંચ ટાઈમમાં અને બીજું રાત્રે સૂતા પહેલા.

Meditation : સવારે 9 થી 5 ની નોકરીમાં ધ્યાન ધરવા માટે નથી સમય, તો આ રીતે પોતાને આપો માત્ર 10 મિનિટ
Meditation (symbolic image)

Follow us on

ધ્યાન દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં છે. પછી તે બાળક હોય, વૃદ્ધ હોય કે યુવાન હોય ધ્યાન તમારા મગજના કોષોને (Brain cells) શાંત કરે છે,અને મનને શાંત કરે છે તેમજ બિનજરૂરી વિચારોને નિયંત્રિત કરે છે. 9 થી 5 નોકરી કરતા લોકો માટે પણ આ બધી બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ સમસ્યા એ છે કે કામ કરતા લોકોને ક્યારેય પણ ધ્યાન કે મેડિટેશન (Meditation) કરવા માટે સમય મળતો નથી.

ખાસ કરીને નોકરીયાત કે વ્યાવસાયિકો માટે ધ્યાન કરવાનો શ્રેષ્ઠ સમય કયો છે, તે જાણવું પણ જરૂરી છે. 9 થી 5 નોકરી કરનારા દિવસમાં બે વખતમાં ધ્યાન કરી શકે છે. ઓફિસમાં પ્રથમ લંચ ટાઈમમાં અને બીજું રાત્રે સૂતા પહેલા.

1. ધ્યાન કરવા માટે માત્ર 10 મિનિટ કાઢો

ધ્યાન માટે તમારા દિવસની 10 મિનિટ પણ પૂરતી છે કારણ કે થોડીવાર માટે તમારી આંખો બંધ રાખીને પણ તમે હળવાશ અનુભવી શકો છો. જો કે, જો તમારી પાસે થોડો વધુ સમય હોય, તો તમે શ્વાસ લેવાની કસરત પણ કરી શકો છો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

2. બસમાં અથવા કોઈની રાહ જોતી વખતે ધ્યાન કરો

ધ્યાન એટલે પોતાની જાતને શાંત કરવી. તમારે આ માટે વધારે સમય આપવાની પણ જરૂર નથી. જો તમે બસમાં કે રીક્ષામાં હોવ તો સીટ પર બેસો અને તમારી આંખો બંધ કરો. ઊંડો શ્વાસ લો અને તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. મનને સંપૂર્ણપણે શાંત કરો.

3. તમે ઘરે પહોંચો તે પહેલાં જ સમય કાઢો

જો તમને ઘરે જવાનો સમય ન મળે તો તમે ઓફિસથી ઘરે પહોંચવાની વચ્ચે આરામથી ક્યાંય પણ રોકાઈને ધ્યાન કરી શકો છો. દાખલા તરીકે, કારમાં બેસીને શ્વાસ લેવાની કસરત કરો. જો તમને રસ્તામાં દરિયો, જંગલ, તળાવ કે મળે તો ત્યાં ગાડી રોકો અને થોડીવાર શાંતિથી બેસીને ધ્યાનથી જુઓ. આમ કરવાથી તમારું મન શાંત થાય છે અને તમે સર્જનાત્મક રીતે વિચારી શકો છો. ઉપરાંત, તે તમારામાં પોઝિટિવ વિચારો ભરે છે.

4. આસન પર બેસીને મેડિટેશન કરો

ઓફિસની સીટ પર બેસીને શાંતિથી મેડિટેશન કરવાથી તમે તમારા મનને શાંત કરી શકો છો અને તણાવને નિયંત્રિત કરી શકો છો. આ સિવાય તે તમારી આંખોને આરામ આપવામાં પણ મદદ કરે છે. તેથી ઓફિસમાં સીટ પર બેસીને ધ્યાન કરો.

5. સૂતા પહેલા પથારી પર ધ્યાન કરો

જો તમને સમય ન મળે તો તમારે પલંગ પર શાંતિથી બેસીને સૂતા પહેલા થોડીવાર ધ્યાન કરવું જોઈએ. તે તમારા શરીર અને મન બંનેને આરામ કરવામાં મદદ કરે છે. તે તમારી ઊંઘને ​​પણ સુધારે છે.

 

Next Article