ચા સાથે ક્યારે પણ ના ખાઓ આ વસ્તુ, નહીં તો સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર

|

Jul 10, 2022 | 7:59 PM

Bad Food Combination with tea: વરસાદની ઋતુમાં સરસ મજાની સ્વાદિસ્ત ચા પીવાનું સૌ કોઈ પંસદ કરતા હોય છે અને સાથે ભજીયા મળે તો તેની મજા જ અલગ મળે. પણ ચા સાથે કેટલીક વસ્તુ ના ખાવી જોઈએ.

ચા સાથે ક્યારે પણ ના ખાઓ આ વસ્તુ, નહીં તો સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર
Bad Food Combination with tea
Image Credit source: file photo

Follow us on

Bad Food Combination with tea: વરસાદની ઋતુમાં સરસ મજાની સ્વાદિસ્ત ચા (Tea) પીવાનું સૌ કોઈ પંસદ કરતા હોય છે અને સાથે ભજીયા મળે તો તેની મજા જ અલગ મળે પણ ચા સાથે કેટલીક વસ્તુ ના ખાવી જોઈએ. કેટલીક વસ્તુ સાથે ચાનું સંયોજન થાય તો તે તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે નુકશાન કરી શકે છે. જે લોકો દિવસની શરૂઆત ‘ચા’થી કરે છે, તેમણે તેની સાથે ખાવામાં આવતા નાસ્તામાં કેટલીક સાવચેતી રાખવી જોઈએ. ચા સાથે આડેધડ કોઈ પણ વસ્તુ ખાવી યોગ્ય નથી. તે સંયોજન સ્વાદમાં સારુ લાગતુ હશે પણ તે પાછળથી સ્વાસ્થ્યને નુકશાન કરી શકે છે. તેથી હંમેશા સમજી વિચારીને ખોરકનું સેવન કરવુ જોઈએ.

ચા સાથે લીંબુ હાનિકારક

તમે ઘણા લોકોને લેમન ટી પીતા જોયા હશે, પરંતુ તમને જણાવી દઈએ કે જ્યારે તમે દૂધની ચામાં લીંબુ મિક્સ કરો છો તો તે તમારું સ્વાસ્થ્ય બગાડે છે. તેનું સેવન કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તેમા ખટાશ હોય છે, તેનુ ચા સાથેનું સંયોડન ખતરનાક સાબિત થઈ શકે છે.

ચા સાથે હળદરનું સેવન ક્યારેય ન કરો

જો તમે ચા સાથે હળદરનું સેવન કરો છો તો તેનાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. હકીકતમાં હળદર સ્વાસ્થ્ય માટે સારી છે, પરંતુ તમે તેને ચા સાથે ખાતા જ પેટને નુકસાન પહોંચાડે છે. તેથી તેના સેવનથી બચવુ જોઈએ.

આ પણ વાંચો

આયર્નથી ભરપૂર શાકભાજી ચા સાથે ના ખાઓ

કેટલાક લોકો ચા સાથે આયર્નથી ભરપૂર શાકભાજીનું સેવન પણ કરે છે, તે તેમના સ્વાસ્થ્ય માટે સારું નથી. તે સ્વાસ્થ્ય બગાડી શકે છે. તેથી ચા સાથે તેનુ સેવન ના કરવુ જોઈએ.

ઠંડી વસ્તુઓથી દૂર રહો

તમે વડીલો પાસેથી સાંભળ્યુ હશે કે ચા સાથે ઠંડુ ન ખાવું જોઈએ. આ યોગ્ય વાત છે, કારણ કે ચા પીધાના 1 કલાક પહેલા ઠંડુ ન પીવું જોઈએ અને ન તો ચા પીધા પછી, નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Next Article