Health Tips : શું માઉથવોશ કરવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધે છે ? જાણો નિષ્ણાતોની સલાહ

મોટાભાગના લોકો મોઢાની સફાઈ માટે માઉથવોશનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં તેનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે. માઉથવોશનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી ખુબ જ જરૂરી હોય છે.

Health Tips : શું માઉથવોશ કરવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધે છે ? જાણો નિષ્ણાતોની સલાહ
Mouthwash
Image Credit source: Pexels
| Updated on: Apr 21, 2026 | 3:32 PM

આજના સમયમાં ભારતમાં હૃદય રોગીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હાઈ બ્લડ પ્રેશરના કારણે લોકોને હાર્ટ એટેક પણ આવી રહ્યા છે. સામાન્ય રીતે પુરુષોમાં હાઈ બીપીની સમસ્યા વધુ જોવા મળી રહી છે.

મોટાભાગના લોકો મોઢાની સફાઈ માટે માઉથવોશનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં તેનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે. નિષ્ણાતોના મતે, માઉથવોશનો વધુ ઉપયોગ કરવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી શકે છે. માઉથવોશનો વધારે ઉપયોગ કરવાથી તે મોઢામાં રહેલા ગુડ બેક્ટેરિયાને નષ્ટ કરી શકે છે. તેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.

નિષ્ણાતોના મતે, મોઢામાં ઘણા પ્રકારના ગુડ બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા શરીરમાં નાઈટ્રિક ઑક્સાઈડ બનાવવામાં મદદ કરે છે. નાઈટ્રિક ઑક્સાઈડની મદદથી શરીરની નસોને આરામ મળે છે તેનાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહી શકે છે. કેમિકલવાળા માઉથવોશનો વપરાશ કરવાથી ગુડ બેક્ટેરિયા પર નકારાત્મક અસર થાય છે. જેના કારણે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધે છે.

શું બધા માઉથવોશ ખતરનાક છે?

નિષ્ણાતોના મતે, બધા માઉથવોશ ખતરનાક નથી. એન્ટીબેક્ટેરિયલ કેમિકલ્સ ધરાવતા માઉથવોશ જ ખતરનાક સાબિત થઈ શકે છે. કેમિકલ ફ્રી માઉથવોશનો વપરાશ કરવો જોઈએ. માઉથવોશનો મર્યાદિત ઉપયોગ શરીર માટે ફાયદાકારક છે અને તે ઓરલ હેલ્થ જાળવવામાં મદદરૂપ બને છે. તેથી તેનો ઉપયોગ જરૂર મુજબ જ કરવો જોઈએ.

અઠવાડિયામાં કેટલા દિવસ માઉથવોશનો ઉપયોગ કરવો

નિષ્ણાતોના મતે, અઠવાડિયામાં ફક્ત 1થી 2 વાર માઉથવોશનો ઉપયોગ કરવો જોઈએ. માઉથવોશનો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ જ કરવો જોઈએ. આનું કારણ એ છે કે વધુ પડતા ઉપયોગથી ગુ઼ડ બેક્ટેરિયાનો નાશ થાય છે. જે હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે.

ઓરલ હેલ્થનું ધ્યાન કેવી રીતે રાખવું

  • દિવસમાં 2 વાર દાંત સાફ કરવા જોઈએ
  • વર્ષમાં 1થી 2 વાર ડેન્ટલ ચેકઅપ કરાવો
  • બ્રશ કર્યા પછી જીભની સફાઈ કરવી
  • જમ્યા પછી કોગળા કરવાની આદત રાખવી
  • ડાયટ પર નિયંત્રણ રાખવું જોઈએ
  • દર 1થી 2 મહિને બ્રશ બદલો

Cotton Clothes Washing: કોટન કપડાંનો રંગ નહીં જાય, આ રીતે કપડાં ધોઈ લો, આ ટ્રિક્સને ધ્યાનમાં રાખો

Published On - 3:30 pm, Tue, 21 April 26

Follow Us