Mango Leaves Benefits: આંબાના પાનથી ઘણી બધી બીમારીઓમાંથી મળશે છૂટકારો, જાણો શું છે તેના ફાયદા

|

Jun 12, 2022 | 8:31 PM

Mango Leaves Benfits : આપણે જાણીએ છે કે કેરી સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભ દાયક છે પણ આંબાના પાન પણ સ્વાસ્થ્ય માટે એટલા જ ફાયદાકારક છે. ચાલો જાણીએ આંબાના પાનના ફાયદા.

Mango Leaves Benefits: આંબાના પાનથી ઘણી બધી બીમારીઓમાંથી મળશે છૂટકારો, જાણો શું છે તેના ફાયદા
Mango Leaves
Image Credit source: File Photo

Follow us on

ફળો અને ફળોનો રસ આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. ફળોમાં રહેલા વિટામીન શરીરને ઘણી રીતે લાભ આપે છે. જેમ કે રોગ પ્રતિકારક શકિત વધારે, બીમારી સામે લડવામાં મદદ રુપ થાય છે. તેવુ જ એક ફળ છે કેરી. કેરી એટલે ફળોનો રાજા. ઉનાળામાં કેરીને (Mango) વધુ પ્રમાણમાં ખાવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે કેરીના પાન એટલે કે આંબાના પાન પણ ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. આ પાન ઔષધીય ગુણો ધરાવે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તેમાં વિટામિન A, B, C હોય છે. તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ અને બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ આંબાના પાનના ફાયદા (Mango Leaves Benefits).

પેટ માટે ફાયદાકારક

આંબાના પાન પેટ સંબંધિત અનેક સમસ્યાઓથી પણ છુટકારો અપાવવામાં મદદ કરે છે. આ માટે આંબાના પાનને પાણીમાં પલાળીને આખી રાત રાખો. બીજા દિવસે સવારે ખાલી પેટ આ પાણી પીવો.

વાળના વિકાસમાં મદદરુપ

આંબાના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેઓ વાળને નુકસાનથી બચાવે છે. આંબાના પાન વાળના વિકાસમાં મદદ કરે છે. તેઓ વાળ ખરતા પણ અટકાવે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે

આંબાના પાન હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું પણ કામ કરે છે. આ માટે આંબાના પાનને પાણીમાં ઉકાળો. આ પાનનું સેવન ઉકાળા તરીકે કરો. આ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરશે.

ડાયાબિટીસ સામે ફાયદાકારક

આંબાના પાનનો ઉપયોગ ડાયાબિટીસની સારવારમાં થાય છે. આંબાના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. આંબાના પાનને સૂકવીને તેનો પાવડર બનાવો. આ પાવડરનું દરરોજ સેવન કરો. આંબાના પાનને પાણીમાં ઉકાળો. આ પાંદડાને આખી રાત આ રીતે છોડી દો. આ પાંદડાને ગાળીને સવારે ખાલી પેટ પીવો.

કિડનીની પથરી માટે અસરકારક

કિડનીની પથરીથી છુટકારો અપાવવામાં પણ આંબાના પાન ખૂબ જ અસરકારક છે. આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી આંબાના પાનનો પાવડર નાખો. તેને આખી રાત રહેવા દો. સવારે ઉઠીને આ પાણી પીવો. આ પાણી શરીરમાંથી પથરીને પેશાબ દ્વારા દૂર કરવામાં મદદ કરે છે.

Next Article