Lifestyle : દિવસની શરૂઆત કેવી રીતે કરશો ? સવારમાં સૌપ્રથમ કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ જાણો

|

Dec 09, 2021 | 8:05 AM

સવારે આખી રાત પલાળેલી કિસમિસ ખાવાના ઘણા ફાયદા છે, ખાસ કરીને પેટ અને આંતરડા માટે. જે લોકો નિયમિતપણે પલાળેલી કિસમિસનું સેવન કરે છે તે લોકોનું પાચન તો સારું રહે છે,

Lifestyle : દિવસની શરૂઆત કેવી રીતે કરશો ? સવારમાં સૌપ્રથમ કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ જાણો
File Image

Follow us on

તમારા દિવસની(Day ) શરૂઆત હંમેશા સારી રીતે કરો, તે તમારો આખો દિવસ ખુશ(Happy ) અને સ્વસ્થ (Healthy )બનાવે છે. તમે તમારા દિવસની શરૂઆત કેવી રીતે કરો છો તે તમારા મૂડથી લઈને તમારી એકંદર ઉત્પાદકતા સુધી ઘણું નક્કી કરે છે. ઉદાહરણ તરીકે, કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેમાં તમે સવારમાં સૌપ્રથમ કયા પ્રકારનો ખોરાક લો છો. એટલે કે, સવારનો તમારો પહેલો ખોરાક આખા દિવસની પ્રવૃત્તિઓમાં ઘણો ફાળો આપે છે.

હોમિયોપેથી નિષ્ણાતે તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સવારે કેટલીક જરૂરી વસ્તુઓની યાદી આપી છે, જેથી કરીને તમે તમારા દિવસની શરૂઆત કરી શકો. આમાંથી મોટાભાગની વસ્તુઓ તમારા ઘરના રસોડામાં હાજર હોય છે. તે ન માત્ર તમારો મૂડ સાચો રાખે છે પરંતુ તમારી પાચન પ્રણાલીને પણ સુધારે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

દરરોજ સવારે તમારા દિવસની શરૂઆત કેવી રીતે કરવી?
1). હંમેશા તમારા દિવસની શરૂઆત પલાળેલી અને છાલવાળી બદામથી કરો. બદામ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

2).  આ પછી, બીજુ કિસમિસ છે. સવારે આખી રાત પલાળેલી કિસમિસ ખાવાના ઘણા ફાયદા છે, ખાસ કરીને પેટ અને આંતરડા માટે. જે લોકો નિયમિતપણે પલાળેલી કિસમિસનું સેવન કરે છે તે લોકોનું પાચન તો સારું રહે છે, સાથે જ વાળ ખરતા પણ ઓછા થાય છે, તે એક સુપરફૂડ છે, જેમાં આયર્ન અને વિટામિન B ભરપૂર માત્રામાં જોવા મળે છે.

3). આ સિવાય તમારા દિવસની શરૂઆત હળદરથી કરવી ખૂબ જ ફાયદાકારક છે. રોજ ખાલી પેટ ગરમ પાણીમાં એક ચપટી હળદર નાખીને પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. હળદરમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જેના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આજના સમયમાં હળદર ખાવી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તેના 5 મુખ્ય ફાયદા શું છે?
પાચન સારું થાય છે.
માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.
રોગપ્રતિકારક શક્તિ વધે છે.
ત્વચા અને વાળ માટે ફાયદાકારક રહે છે.
તમે ક્યારેય બીમાર ન થાઓ.
આ નાના ફેરફારો તમારા દિવસની સારી શરૂઆત કરવા અને સારું સ્વાસ્થ્ય જાળવવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : Lifestyle : શરીરમાં જયારે હોય આ પાંચ સમસ્યાઓ, ત્યારે આ તેલનો મસાજ સાબિત થશે ચમત્કાર

આ પણ વાંચો : Health : ડાયાબિટીસના દર્દીઓ માટે કયા જ્યુસ પીવા રહેશે યોગ્ય ?

(ચેતવણી: આ લેખ માત્ર માહિતી માટે છે. કોઈપણ પ્રિસ્ક્રિપ્શન અજમાવતા પહેલા, પહેલા કોઈ નિષ્ણાંત ડૉક્ટર અથવા આયુર્વેદ નિષ્ણાતની સલાહ લો અને પછી જ કોઈપણ ઉપાય અજમાવો. કોઈપણ આડઅસર માટે તમે જવાબદાર હશો.)

Next Article