જાણો, બાળકોમાં કબજિયાત દૂર કરી શકાય તેવા કારગાર આયુર્વેદિક ઉપચાર

અત્યારના વ્યસ્ત જીવનમા માતા-પિતા બાળકોને નાસ્તામા અને જમવામા અવરનવર બ્રેડ આપવામા આવે છે જેના કારણે તે પેટની સમસ્યાઓ ઉત્પન થાય છે. બ્રેડમા મેદાથી બનતી હોવાથી તેનુ વધુ પડતુ સેવન કરવાથી પાચનશક્તિને નબળી પાડે છે જેના કારણે બાળકોનુ પેટ સાફ થતુ નથી જેના કારણે પેટની અનેક સમસ્યાઓ ઉત્પન થાય છે.

જાણો, બાળકોમાં કબજિયાત દૂર કરી શકાય તેવા કારગાર આયુર્વેદિક ઉપચાર
Know the effective Ayurvedic remedies for constipation in children
| Edited By: | Updated on: Dec 13, 2022 | 5:05 PM

નાના બાળકોથી લઈને વયવૃદ્ધો સુધી તમામ લોકો જંકફુડ ખાવાના શોખીન હોય છે. જેના કારણે તે ઘણી સમસ્યાઓ ઉદ્ભવે છે. બહારનુ ઓઈલી અને પ્રિઝર્વેટિવ ખોરાક ખાવાથી ફાઈબર, ન્યૂટ્રિએંટ્સ જેવા પોષક તત્વો શરીરને પુરતા પ્રમાણમા મળતા નથી. જેના કારણે બીમાર થવાની સંભાવના વધી જાય છે. અત્યારના વ્યસ્ત જીવનમા માતા-પિતા બાળકોને નાસ્તામા અને જમવામા અવરનવર બ્રેડ આપવામા આવે છે. જેના કારણે તે પેટની સમસ્યાઓ ઉત્પન થાય છે. બ્રેડમા મેદાથી બનતી હોવાથી તેનુ વધુ પડતુ સેવન કરવાથી પાચનશક્તિને નબળી પાડે છે જેના કારણે બાળકોનુ પેટ સાફ થતુ નથી જેના કારણે પેટની અનેક સમસ્યાઓ ઉત્પન થાય છે.

ત્રિફલા

ત્રિફલા ચૂર્ણથી આપણે બધા જાણીતા છીએ. ત્રિફલા ચૂર્ણ જુદાં-જુદાં પ્રકારની અનેક જડી-બુટ્ટિને મિક્સ કરીને બનાવવામા આવે છે. આ ચુર્ણનુ સેવન કરવાથી કબજિયાતની સમસ્યાને દુર કરે છે. આ ચુર્ણમા એંટી બૈક્ટીરિયલ અને એંટી ઓક્સીડેંટ્સ હોય છે જે પેટના સ્વસ્થ્યને સારુ બનાવી રાખે છે.આ ચૂર્ણ ર્ગભવતી મહિલાઓને પણ આપવામા આવે છે.

અંજીર

નિષ્ણાતો દ્રારા બાળકોને અંજીરનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. અંજીરમા પેટને જોઈતા સૌથી વધુ ફાયબર જોવા મળે છે. બાળકોને અંજીર ખાલી પેટે અથવા લંચના સમયે આપવા જોઈએ, અંજીરને વધારે કારગાર બનાવવા માટે તેને ખાતા પહેલા થોડા કલાકો સુધી પાણીમાં પલાળી રાખવું જોઈએ. અંજીરમા શરીરને ઉર્જાવાન બનાવવાની શકતિ ધરાવે છે.

દૂધ અને ઘી

એક ગ્લાસમા હુંફાળા દૂધ લો તેમા બે ચમચી ઘી ભેળવીને હુંફાળા પીવાથી તે ખુબ જ ફાયદાકારક છે. આ પ્રકારે દૂધ પીવાની સૌથી જુની પદ્ધતિ છે, એટલુ જ નહી આ પ્રકારનુ હુંફાળા દૂધ પીવાથી તમામ પ્રકારની કબજિયાતને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. ઘી માટે વાત કરીએ તો, તેને આયુર્વેદિકનુ સર્વ શ્રેષ્ઠ તત્વ માનવામાં આવે છે, આ હુંફાળા દૂધ પીવાથી તે કબજિયાત સહિત શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.