કેમ મહિલાઓ પગની આંગળીઓમાં વિંછીયા પહેરે છે? વાંચી લો તેના વૈજ્ઞાનિક કારણો
Toering: વિંછીયા એક્યુપ્રેશરનું કામ કરે છે, જેના કારણે મહિલાઓનું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે અને ગર્ભાશય સુધી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે, જેથી મહિલાઓને માસિક સમયે કોઈ સમસ્યા થતી નથી.
ભારત દેશ અનેક વિવિધતાઓથી ભરેલો દેશ છે અને અહીંયા અલગ અલગ ધર્મના અને સમુદાયના લોકો ભિન્ન- ભિન્ન પ્રકારની ધાર્મિક માન્યતાઓનું પાલન કરે છે અને જ્યારે તેના વિશે આપણે વાંચીએ અથવા જાણીએ ત્યારે તેવું લાગે છે કે ખરેખર પૂર્વજો આજના આધુનિક સમય કરતા પણ વધુ વિકસિત હતા. આપને જણાવી દઈએ કે હિંદૂ ધર્મની પ્રણાલી અનુસાર મહિલાઓ લગ્ન બાદ ખાસ પ્રકારનો શ્રૃંગાર ધારણ કરે છે અને આ શ્રૃંગાર પાછળ અનેક ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા હોય છે. આપને વાંચીને કદાચ આશ્ચર્ય થશે કે લગ્ન બાદ મહિલાઓ પગની આંગળીઓમાં વિંછીયા (Toe Ring) પહેરે છે, તેનો સીધો સંબંધ મહિલાઓના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ છે અને જેનાથી મહિલાઓને અનેક લાભ થાય છે. જો કે આજકાલ મહિલાઓ ફેશનના નામે પણ વિંછીયા પહેરતી હોય છે.
પગમાં વિંછીયા પહેરવાથી થાય છે અનેક લાભ
તમે ઘણી મહિલાઓને વિંછીયા પહેરતી જોઈ હશે. સામાન્ય રીતે વિંછીયા પગની બીજા નંબરની એટલે કે અંગુઠાની બાજુની આંગળીમાં પહેરે છે. જો કે ઘણી મહિલાઓ અંગુઠામાં પણ વિંછીયા પહેરતી હોય છે . કહેવાય છે કે પગની બીજી આંગળીની નસનો સંબંધ મહિલાઓના હૃદય અને ગર્ભાશય (Uterus) સાથે જોડાયેલ છે. વિંછીયા પહેરવાથી આ નસ દબાય છે અને નસમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રીતે થાય છે.
વિંછીયા એક્યુપ્રેશરનું કામ કરે છે જેના કારણે મહિલાઓનું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે અને ગર્ભાશય સુધી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે, જેથી મહિલાઓને માસિક સમયે સમસ્યા થતી નથી. જે મહિલાઓને અનિયમિત માસિકની સમસ્યા હોય તેમને વિંછીયા પહેરવાથી ફાયદો થાય છે. એવું પણ માનવામાં આવે છે કે વિંછીયા પહેરવાથી મહિલાઓની પ્રજનન (fertility) ક્ષમતા પર પણ અસર પડે છે. વિંછીયા પહેરવાથી મહિલાઓની પ્રજનન ક્ષમતા વધી જાય છે.
આપે જોયું હશે કે મોટાભાગે મહિલાઓ પગમાં ચાંદીની વિંછીયા જ પહેરે છે. તેના પાછળ પણ એક કારણ છે કે ચાંદીની વિંછીયા પહેરવાથી શરીરને સકારાત્મક ઉર્જા મળે છે અને જેના કારણે શરીરમાં તાજગી લાગે છે.
આ પણ વાંચો: Detox Drink For Weight Loss: ડિટોક્સ ડ્રિંકથી ઝડપથી વજન ઓછું કરો, આ 5 ડિટોક્સ વોટર અજમાવો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-