Causes of Heart Attack: આ કારણોથી થાય છે હાર્ટ એટેક, તેનાથી બચવા માટે આટલી કાળજી રાખો

|

Sep 04, 2021 | 7:03 AM

જે લોકો હાઈ બ્લડપ્રેશરથી પીડાતા હોય અને સ્ટ્રેસને કારણે હ્રદયની માંસપેશીઓ વધું સક્રિય બની જાય છે અને ફેલાઈ જાય છે જે બીમારીનું સ્વરૂપ ધારણ કરે છે.

Causes of Heart Attack: આ કારણોથી થાય છે હાર્ટ એટેક, તેનાથી બચવા માટે આટલી કાળજી રાખો
Causes of Heart Attack

Follow us on

Causes of Heart Attack: જે લોકો હાઈ બ્લડપ્રેશરથી પીડાતા હોય અને સ્ટ્રેસને કારણે હ્રદયની માંસપેશીઓ વધું સક્રિય બની જાય છે અને ફેલાઈ જાય છે જે બીમારીનું સ્વરૂપ ધારણ કરે છે. કેટલાક કારણો સર હ્દયનાં સ્નાયુઓમાં સોજા આવે છે અને હળવો દુખાવો થાય છે અને નસ ઝડપથી ચાલે છે અને તાવ આવે છે. જાણો હ્રદય રોગનાં લક્ષણો

આમવાતિક હ્રદય રોગ : આ બીમારી સૌથી વધુ પંદર વર્ષની ઉંમર સુધી વધારે થાય છે આમાં હાડકાના સાંધાઓમાં તાવ આવે છે જેને કારણે હ્દયનાં વાલ અને સાંધા પર વિપરીત અસર પડી શકે છે.

લોહી જામી જવાથી ગાંઠ બનવી : ચરબી, કોલેસ્ટ્રોલ અને કેલ્શિયમનું પડ રક્ત વાહિનીમાં થવાથી લોહીનું પરિભ્રમણ ઘટી જાય છે અને હ્દય રોગ થાય છે..
હ્દયનાં વાલમાં રક્તસ્ત્રાવઃ કોઈ પણ કારણસર હ્દયનાં વાલમાં લોહી ઝરે છે જેને કારણે વાલમાં ખામી સર્જાય છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

હ્દય રોગનાં લક્ષણરૂપે નીચે મુજબ કોઈ લક્ષણ જોવા મળે તો નજર અંદાજ કરવામાં જોખમ ઊભું થઈ શકે છે. આવાં કોઈ પણ લક્ષણ જોવા મળે તો તાત્કાલિક ડોક્ટરને બતાવવું જોઈએ.

છાતીમાં ડાબી બાજુ અસહજતા લાગવી : હ્દયમાં દબાણ કે દુઃખાવો થતો હોય તો તે હ્રદયની આર્ટરી બ્લોક થયું હોવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત હ્રદયમાં બળતરા પેટમાં દુખાવો, ચૂંક આવવી અને પાચન સંબંધી તકલીફ હોય તો હ્રદયની બીમારી હોઈ શકે છે.

ડાબા હાથ અને ખભાનો દુઃખાવો : ડાબા ખભા પર કે ડાબા હાથે દુઃખાવો થતો હોય તો તે દુઃખાવો માર ન વાગ્યો હોય તો હ્રદય રોગનો હુમલો થતાં પહેલાં આ ફરિયાદ હોય તો તેને ગંભીરતાથી લેવી જોઈએ. વધારે પડતી શરદી અને કફની સમસ્યા વધુ સમય સુધી રહે તો પણ હ્રદયની તપાસ કરાવી લેવી જોઈએ.

વધારે પરસેવો વળવો અને ગભરાટ થવો : ઘણી વખત એટેક આવે છે એ પહેલાં અસામાન્ય રીતે પરસેવાથી રેબઝેબ થઈ જાય છે એટલે અતિશય પરસેવો વળી જાય તો પણ દર્દીને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવા જોઈએ.

હ્રદય રોગનો હુમલો ન થાય તે માટે કેટલાક સામાન્ય ઉપાયો અને ઘરેલુ ઉપચાર રોજિંદા જીવનમાં અપનાવી લેવો જોઈએ.

રોજ એક ચમચી મધ, આમળાંનો રસ, આમળાંનો મુરબ્બો, સફરજન કે સફરજનનું જ્યુસ પીવાથી હ્રદય રોગની શક્યતા ઘટી જાય છે અને રોજ સવારે ખાલી પેટે લસણની કળી કાચી ચાવી જવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે અને હ્રદય મજબૂત બને છે.

ગુજરાતીઓ રસોઈ બનાવતા માટે સિંગતેલનો ઉપયોગ વધારે કરે છે જેમાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે પરંતુ જો સિંગતેલના બદલે રાઈનું તેલ વાપરે તો હ્રદય રોગનું પ્રમાણ સિત્તેર ટકા સુધી ઘટાડી શકાય છે. હળવી કસરત અને ચાલવાથી પણ વધારાની કેલરી ઓગળે છે.

આ પણ વાંચો –

Net Worth: રોયલ લાઈફ જીવે છે Vivek Oberoi, ફ્લોપ કારકિર્દી પછી પણ અબજોની સંપત્તિના માલિક છે અભિનેતા

આ પણ વાંચો –

કાપડ ઉદ્યોગ માટે સારા સમાચાર, ઉત્પાદકો અને નિકાસકારોને હવે મળશે PLI યોજનાનો લાભ

 

Next Article