100 થી વધુ રોગોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે આ ફળ! જાણો 5 સૌથી મોટા ફાયદા

|

Jul 31, 2021 | 7:34 AM

નોની ફળ જડીબુટ્ટીઓમાં સમાવિષ્ટ છે. તેને કુદરતી દવાઓનો ભંડાર માનવામાં આવે છે. તેમાં 150 થી વધુ પોષક તત્વો છે જે તમને તમામ મોટા રોગોથી બચાવે છે. ચાલો જાણીએ આ ફળના અમુક ફાયદા વિશે.

100 થી વધુ રોગોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે આ ફળ! જાણો 5 સૌથી મોટા ફાયદા
know 5 big benefits of Noni Fruit

Follow us on

ઔષધિઓની લીસ્ટમાં નોની એક એવું ફળ (Noni Fruit) છે, જેના પાંદડા, દાંડી, ફળ અને રસ બધા જ દવા તરીકે વપરાય છે. એવું માનવામાં આવે છે કે આ ચમત્કારિક ફળ 100 થી વધુ રોગોને દૂર કરવાની શક્તિ ધરાવે છે. એટલું જ નહીં આ ફળમાંથી 150 થી વધુ પોષક તત્વો મળી આવે છે. માનવામાં આવે છે કે જો તેનું સેવન કરવામાં આવે તો તે કેન્સર જેવા જીવલેણ રોગોને પણ અટકાવી શકે છે. તમને બજારમાં નોનીનો રસ સરળતાથી મળી શકે છે. આ ફળને કુદરતી દવાઓનો ભંડાર કહેવામાં આવે છે. ચાલો જાણીએ આ ફળના (Health benefits of Noni fruit) ફાયદા.

1. આજકાલ, લોકો કોરોના સમયગાળા દરમિયાન રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખવા માટે ઘણી રીતો અજમાવે છે. આવી સ્થિતિમાં નોની ફળનો જ્યુસ તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. તેના નિયમિત સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત રહે છે. આ રીતે તમારું શરીર રોગો સામે લડવા માટે તૈયાર થઈ જાય છે.

2. નોનીના જ્યુસમાં સ્થૂળતા વિરોધી ગુણધર્મો જોવા મળે છે, તેથી આ તે લોકો માટે પણ ખૂબ ફાયદાકારક છે જે ઝડપથી વજન ઘટાડવા માંગે છે. સ્થૂળતા ઘટાડવાથી, તમામ રોગો આપોઆપ નિયંત્રિત થાય છે કારણ કે સ્થૂળતાને તમામ રોગોનું કારણ માનવામાં આવે છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

3. નોની બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે. આ સ્થિતિમાં તેનો જ્યુસ પીવાથી ડાયાબિટીસ કંટ્રોલ થાય છે, સાથે સાથે સામાન્ય લોકોને ડાયાબિટીસના રોગથી બચાવે છે.

4. સંશોધન જણાવે છે કે નોનીમાં બીટા-ગ્લૂકેન્સ અને સંયોજિત લિનોલીક એસિડ હોય છે, જેના કારણે તે પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરને રોકવામાં સક્ષમ છે. વધુમાં, તે કેન્સર સામે પણ રક્ષણ આપે છે.

5. વંધ્યત્વની સમસ્યાને દૂર કરવા માટે નોનીનો રસ પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી પુરુષોમાં નપુંસકતા અને સ્ત્રીઓમાં વંધ્યત્વની સમસ્યા દૂર થઈ શકે છે. તે પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારવા અને મહિલાઓના પીરિયડની સમસ્યા દૂર કરવા માટે પણ કામ કરે છે.

આ બાબતોને ધ્યાનમાં રાખો

કિડનીના રોગથી પીડાતા લોકોએ નોની જ્યુસ ન પીવો જોઈએ.

જો તમે હાઈ બીપી માટે દવા લો છો, તો તમારે નિષ્ણાતનો અભિપ્રાય લીધા પછી જ નોની જ્યુસ લેવો જોઈએ.

જરૂરિયાત કરતાં વધુ વપરાશ કરવાથી સુગર લેવલ ઓછું થવાનું જોખમ છે. તેથી, નિષ્ણાત દ્વારા નિર્દેશિત માત્રામાં જ તેનું સેવન કરો.

કોઈપણ આડઅસર ટાળવા માટે, આ લેતા પહેલા આયુર્વેદિક નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

 

આ પણ વાંચો: સારી ઊંઘની રાહમાં નહીં ફેરવવા પડે પડખાં, આજે જ અજમાવી જુઓ ઘરેલુ અને આયુર્વેદિક ઉપાય

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: 40 બાદ ચહેરા પર દેખાવા લાગી છે ઉંમરની અસર? અપનાવો આ 5 ફૂડ અને જુઓ ચમત્કાર

Published On - 7:32 am, Sat, 31 July 21

Next Article