રોટલી પર ‘ઘી’ લગાવીને ખાવાની આદત ‘ફાયદાકારક’ કે ‘નુકસાનકારક’? જાણીને તમને પણ નવાઈ લાગશે

'ઘી' લગાવેલી રોટલી ખાવી એ સ્વાસ્થ્ય માટે 'ફાયદાકારક' કે 'નુકસાનકારક'? દરેક ઘરમાં રોટલી, દાળ કે શાકમાં ઘીનો ઉપયોગ થાય છે પરંતુ ઘણા લોકો તેના વિશે અલગ-અલગ વાતો સાંભળીને મૂંઝવણમાં રહે છે.

રોટલી પર ઘી લગાવીને ખાવાની આદત ફાયદાકારક કે નુકસાનકારક? જાણીને તમને પણ નવાઈ લાગશે
Image Credit source: AI Generated
| Updated on: Nov 21, 2026 | 7:49 PM

દરેક ઘરમાં ઘીનું સેવન કરવામાં આવે છે. ‘ઘી’ દાળ, શાક, ખીચડી કે રોટલીનો સ્વાદ વધારે છે. જો કે, ઘણીવાર લોકો ઘી વિના રોટલી ખાવાનું પસંદ કરતા નથી.

એવામાં શું તમને ખબર છે કે, ‘ઘી’ સાથે રોટલી ખાવી સારી છે કે ખરાબ? આખરે ‘ઘી’ વાળી રોટલી ખાવાથી શું થાય છે? વાસ્તવમાં ઘીનું સેવન માત્ર ખાવામાં સ્વાદ વધારવાનું જ કામ નથી કરતું પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ અસરકારક હોય છે.

ઘણા લોકો વજન વધવા કે કોલેસ્ટ્રોલના ડરથી ઘી ખાવાનું ટાળે છે પરંતુ મર્યાદિત માત્રામાં ઘીનું સેવન શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઘીમાં રહેલા ઘણા પોષક તત્ત્વો શરીરને ઊર્જા આપવામાં, પાચન સુધારવામાં અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ કરી શકે છે.

ઘી વાળી રોટલી ખાવાથી શું થાય છે?

ઘીનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે ખાવાનો સ્વાદ અનેક ગણો વધારી દે છે. રોટલી પર લગાવેલું થોડું ઘી તેને નરમ અને સ્વાદિષ્ટ બનાવી દે છે. ઘીમાં હેલ્ધી ફેટ્સ જોવા મળે છે, જે શરીરને ધીમે-ધીમે ઊર્જા પૂરી પાડે છે.

રોટલી જ્યારે સાથે ઘી ખાવામાં આવે છે, ત્યારે તે પેટને લાંબા સમય સુધી ભરેલું હોવાનો અહેસાસ કરાવવામાં મદદ કરે છે. તેનાથી વારંવાર ભૂખ લાગવાની શક્યતા ઓછી થઈ જાય છે.

પાચનતંત્ર માટે ફાયદાકારક

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ઘીમાં રહેલા તત્ત્વો પાચન પ્રક્રિયાને વધુ સારી બનાવવામાં મદદરૂપ માનવામાં આવે છે. તે આહાર પચાવવામાં મદદ કરે છે અને આંતરડાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. રોટલીમાં રહેલા ફાઇબર અને ઘીનું સંયોજન પાચન માટે લાભદાયી માનવામાં આવે છે.

મગજને સ્વસ્થ રાખશે

ઘીમાં સારા ફેટ્સ અને કેટલાક જરૂરી પોષક તત્ત્વો હોય છે, જે મગજના સામાન્ય કાર્યો માટે જરૂરી માનવામાં આવે છે. મર્યાદિત માત્રામાં ઘીનું સેવન યાદશક્તિ અને માનસિક કાર્યક્ષમતાને વધુ સારી જાળવી રાખવામાં મદદ કરે છે.

ઇમ્યુનિટી બૂસ્ટ

ઘીમાં કેટલાક એવા ફેટી એસિડ અને વિટામિન્સ જોવા મળે છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે. તેમાં રહેલા વિટામિન A, D, E અને K શરીરના ઘણા જરૂરી કાર્યોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે આપવામાં આવી છે. તે કોઈ તબીબી સલાહ નથી. ઘીનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ અને જો તમને વજન, કોલેસ્ટ્રોલ, હૃદય અથવા પાચન સંબંધિત કોઈ સમસ્યા હોય, તો આહારમાં ફેરફાર કરતા પહેલા ડૉક્ટર કે નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

ઘઉંના લોટમાં ભેળવો આ સામાન્ય વસ્તુઓ, રોજની રોટલી પણ બની જશે ‘પ્રોટીનનો પાવરહાઉસ’

Follow Us
Loading...
Unable to load recommendations.