Health Tips: રાત્રે સારી ઊંઘ નથી આવતી તો કરો આ ફળોનું સેવન, જલ્દી આવશે સારી ઊંઘ

આજની બદલતી જીવનશૈલી વચ્ચે લોકો વ્યસ્ત જીવનના શેડ્યૂલને કારણે ઘણી વખત તણાવમાં હોય છે. રાત્રે થાકી જવા છતાં લોકો બરાબર સૂઈ શકતા નથી. વધુ પડતા તણાવને કારણે આવું થતુ હોય છે. આવી સ્થિતિમાં સ્વસ્થ જીવનશૈલી હોવી ખૂબ જ જરૂરી છે. નહિંતર, ઊંઘની અછતને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમાં હાઈ […]

Health Tips: રાત્રે સારી ઊંઘ નથી આવતી તો કરો આ ફળોનું સેવન, જલ્દી આવશે સારી ઊંઘ
Health tips
Image Credit source: the mirror
| Edited By: | Updated on: Jun 07, 2022 | 11:42 PM

આજની બદલતી જીવનશૈલી વચ્ચે લોકો વ્યસ્ત જીવનના શેડ્યૂલને કારણે ઘણી વખત તણાવમાં હોય છે. રાત્રે થાકી જવા છતાં લોકો બરાબર સૂઈ શકતા નથી. વધુ પડતા તણાવને કારણે આવું થતુ હોય છે. આવી સ્થિતિમાં સ્વસ્થ જીવનશૈલી હોવી ખૂબ જ જરૂરી છે. નહિંતર, ઊંઘની અછતને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમાં હાઈ બ્લડ પ્રેશર, માથાનો દુખાવો અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં તમે કેટલાક ફળોને પણ આહારમાં સામેલ કરી શકો છો. આ ફળો તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે. તો આવો જાણીએ કે તમે કયા ફળોને ડાયટમાં (fruits for good sleep) સામેલ કરી શકો છો.

નારંગી

નારંગીમાં વિટામિન સી વધારે હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ફળ છે. નારંગી શરીરમાં મેલાટોનિનનું સ્તર વધારે છે. તેમાં વિટામિન બી હોય છે. તે તણાવ અને ડિપ્રેશન વગેરેને દૂર કરવામાં મદદ કરે છે. તે તમારા ઊંઘના ચક્રને સુધારવા માટે કામ કરે છે. તેનું સેવન કરવાથી ચિંતા દૂર થાય છે અને યોગ્ય રીતે ઊંઘવામાં મદદ કરે છે.

કેળા

કેળા એક ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ફળ છે. તેમાં વિટામિત B હોય છે. તે સેરોટોનિનનું સ્તર પણ વધારે છે. કેળા તણાવ ઘટાડવામાં મદદ કરે છે. તે બેચેની દૂર કરે છે. કેળા સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે.

પાઈનેપલ

પાઈનેપલ ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. તેનો સ્વાદ ખાટો-મીઠો હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં મેલાટોનિન વધે છે. તે તણાવ દૂર કરે છે અને સારી ઊંઘ લેવામાં મદદ કરે છે. અનિદ્રાની સમસ્યાથી પીડિત લોકો આહારમાં પાઈનેપલનો સમાવેશ કરી શકે છે. તે પેટના દુખાવાની સમસ્યાને પણ દૂર કરે છે.

કીવી

કીવીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિને સુધારવાનું કામ કરે છે. તે સારી ઊંઘ લેવામાં પણ મદદ કરે છે. તે એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે. તમે સૂવાના સમયના લગભગ 2થી 3 કલાક પહેલા કીવીનું સેવન કરી શકો છો.

ગાજર

ગાજર આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. ગાજરમાં આલ્ફા કેરોટીન હોય છે. તે તમને સારી ઊંઘ મેળવવામાં મદદ કરી શકે છે. તમે જ્યુસ અને સલાડના રૂપમાં ડાયટમાં ગાજરનો સમાવેશ કરી શકો છો.

Published On - 11:41 pm, Tue, 7 June 22