શરીરમાં Uric Acid વધવાની સમસ્યા છે તો આજથી જ આ શાકભાજી ખાવાથી રહો દુર

|

Aug 21, 2023 | 11:56 AM

તમારે કેટલાક શાકભાજી ખાવાથી બચવાની જરૂર છે, જેના કારણે તમારા શરીરમાં યુરિક એસિડ (Uric Acid)વધી શકે છે. આ આર્ટીકલ દ્વારા અમે તમને જણાવીશું કે કયા શાકભાજી ખાવા જોઈએ નહીં.

શરીરમાં Uric Acid વધવાની સમસ્યા છે તો આજથી જ આ શાકભાજી ખાવાથી રહો દુર

Follow us on

ઘણા લોકો શરીરમાં યુરિક એસિડ વધવાની ફરિયાદ કરતા રહે છે. યુરિક એસિડ (Uric Acid)એ શરીરનો કુદરતી કચરો છે, જે શરીરમાંથી બહાર આવતો રહે છે. જો કે, પ્યુરીનથી ભરપૂર વસ્તુઓ ખાવાથી આ એસિડ વધી શકે છે. શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવાથી સાંધામાં દુખાવો, હાથ-પગમાં સોજો આવી શકે છે. આવી સ્થિતિમાં તમારે કેટલાક શાકભાજી ખાવાથી બચવું જોઈએ, જેના કારણે તમારા શરીરમાં યુરિક એસિડ વધી શકે છે. આ આર્ટીકલ દ્વારા અમે તમને જણાવીશું કે ક્યાં શાકભાજી ન ખાવા જોઈએ.

યુરિક એસિડના દર્દીઓએ આ શાકભાજીથી દુર રહેવું જોઈએ

આ પણ વાંચો : Health Tips: ડાયાબિટીસના દર્દીઓ માટે ચમત્કારિક છે આ 3 શાકભાજી! તમારા બજેટમાં પણ થશે ફિટ

પાલક : શિયાળામાં લોકો પાલક ખૂબ ખાય છે. પાલકને આયર્નનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ સાથે પાલકમાં પ્રોટીન અને પ્યુરિન બંને મળી આવે છે. યુરિક એસિડના દર્દીએ આ બે તત્વોથી દૂર રહેવું જોઈએ, કારણ કે પાલકમાં રહેલા આ તત્વો યુરિક એસિડના દર્દીને સોજો અને સાંધાનો દુખાવો કરી શકે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

અરબી :  અરબી એક રેસાવાળું શાક છે, જેને મોટાભાગના લોકો ખાવાનું પસંદ કરે છે. લોકો વિવિધ કોમ્બિનેશનથી પ્રકારના સ્વાદિષ્ટ શાક બનાવે છે.પરંતુ અમે તમને જણાવી દઈએ કે જે લોકોને યુરિક એસિડની સમસ્યા હોય તેમણે ભૂલથી પણ આ શાક ન ખાવું જોઈએ. તેનાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી શકે છે.

કઠોળ : કઠોળમાં યુરિક એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ઘણીવાર યુરિક એસિડના દર્દીઓએ કઠોળ ખાવાનું ટાળવું જોઈએ. જો યુરિક એસિડના દર્દીઓ કઠોળ ખાય તો તેમને સોજાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

કોબીજ : લોકો ફૂલકોબીને ખૂબ જ ખાય છે. શાકની સાથે લોકોને તેના પરાઠા અને પકોડા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.શિયાળાની ઋતુમાં આ એક પ્રિય શાક છે, પરંતુ યુરિક એસિડમાં વધારો થવાથી આ શાક બિલકુલ ન ખાવું જોઈએ. આ તે શાકભાજીમાંથી એક છે જેમાં પ્યુરિન વધુ પડતું જોવા મળે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article