
લોકો જેને આઈસક્રીમ સમજીને લે છે તેના પેકેજિંગ પર ફ્રોઝન ડેઝર્ટ લખેલુ હોય છે પણ શુ તે લોકો જાણતા નથી કે આ આઈસક્રીમ નથી તમે તેને ઓળખવામાં ભૂલ કરી રહ્યા છો. મોટાભાગના લોકો આ તફાવત જાણતા નથી. ફ્રોઝન ડેઝર્ટ એ દૂધની ચરબી (Milk Fat) ને બદલે વનસ્પતિ તેલ (Vegetable Oil/Palm Oil) નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આઈસ્ક્રીમ જેવી જ મીઠાઈ છે
આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે તેમના ચરબીના સ્ત્રોતો રહેલાં છે. આઈસ્ક્રીમ – ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) અનુસાર, સાચો આઈસક્રીમ તે છે જે દૂધ અને ક્રીમથી બનેલો હોય. તેમાં ક્રીમ અને દૂધનો ઉપયોગ થાય , જે તેને કુદરતી રીતે ઘટ્ટ અને મલાઈદાર બનાવે છે.
આ ફ્રોઝન ડેઝર્ટ આઈસક્રીમ જેવું જ દેખાય છે, પરંતુ તેને બનાવવામાં ડેરી ક્રીમને બદલે, પામ તેલ અથવા હાઇડ્રોજનયુક્ત વનસ્પતિ ચરબી જેવા વનસ્પતિ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં દૂધ ઘન પદાર્થો હોઈ શકે છે પરંતુ તેમા ડેરીની કોઈ વસ્તુઓ હોતી નથી.
આઈસક્રીમમાં રહેલ દૂધની ચરબી કુદરતી હોય છે. દરમિયાન, ફ્રોઝન મીઠાઈઓમાં વપરાતા વનસ્પતિ તેલ ઘણીવાર સંતૃપ્ત ચરબીથી (Saturated Fat) ભરપૂર હોય છે, જે હૃદયના રોગી માટે સારી માનવામાં આવતી નથી. બંને ઉત્પાદનોમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ બંને કિસ્સાઓમાં સાવધાની રાખવી જોઈએ.
બંને કેલરીની દ્રષ્ટિએ લગભગ સમાન હોઈ શકે છે, પરંતુ ફ્રોઝન ડેઝર્ટને ક્રીમી બનાવવા માટે, તેમાં વધુ કૃત્રિમ ઇમલ્સિફાયર અને સ્ટેબિલાઇઝર્સનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે ફ્રોઝન ડેઝર્ટમાં વેજિટેબલ સોયા પ્રોટીન, લિક્વિડ ગ્લૂકોઝ, સુગર સિરપ અને ઘણા બધા સિન્થેટિક ફૂડ કલર જોવા મળે છે.
પેકેજિંગ આગળના ભાગનું લેબલ – ઉત્પાદનનો આગળનો ભાગ દર્શાવે છે કે તે આઈસ્ક્રીમ છે કે ફ્રોઝન ડેઝર્ટ. ફ્રોઝન ડેઝર્ટ સામાન્ય રીતે વાસ્તવિક આઈસ્ક્રીમ કરતા થોડી સસ્તી હોય છે કારણ કે તેમા વનસ્પતિ તેલ દૂધની ક્રીમ કરતા સસ્તું હોય છે.
આખો દિવસ થાકનો અનુભવ છતા રિપોર્ટ નોર્મલ? હોઇ શકે છે આ 4 છુપી બીમારીનું કારણ, વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 4:22 pm, Mon, 23 March 26