સારા સ્વાસ્થ્ય માટે દિવસમાં 10,000 પગલા ચાલવું ખુબ જરૂરી, આ લક્ષ પૂરું કરવાના સરળ ઉપાય જાણો

|

Jul 26, 2021 | 2:00 PM

અત્યારના સમયે ભાગ્યે જ કોઈને ચાલવાનું થાય છે. આવી સ્થિતિમાં ચાલો તમને જણાવી દઈએ કે તમારે દરદોજનો ચાલવાનો લક્ષ પૂરો કરવો હોય તો શું કરવું પડશે.

સારા સ્વાસ્થ્ય માટે દિવસમાં 10,000 પગલા ચાલવું ખુબ જરૂરી, આ લક્ષ પૂરું કરવાના સરળ ઉપાય જાણો
How to achieve 10000 steps walking goal in a one day

Follow us on

શરીરને સ્વસ્થ રાખવા માટે જ નહીં પરંતુ મનને સ્વસ્થ રાખવા માટે પણ ચાલવું ખુબ જરૂરી છે. નિષ્ણાતોનું માનવું છે કે દિવસમાં 500 કેલરી બરન કરવા માટે દરેક વ્યક્તિએ 10,000 પગલા ચાલવા જોઈએ. પરંતુ આજકાલના આ જીવનમાં લોકોને ભાગ્યે જ ચાલવું પડે છે. ઉપરાંત કોરોના બાદ વર્ક ફ્રોમ હોમ અને સ્ટડી ફ્રોમ હોમના કારણે ચાલવાનું ઓછું થઇ ગયું છે. ચાલો આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે તમારા રોજીંદા જીવનમાં તમારે ચાલવાનું વધારવું હોય તો શું કરવું પડશે.

10,000 નો લક્ષ મુશ્કેલ છે. પરંતુ નામુમકીન નથી. જો તમારે ફીટ રહેવું હોય તો તમે થોડી ટેકનીકથી આ લક્ષ મેળવી શકો છો. ચાલો તમને જણાવી દઈએ કેટલીક સરળ રીત.

રોજ 300 પગલા વધારો

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

યાદ રાખો કે કોઈ એક જ દિવસમાં 10,000 પગલા ચાલવાનું લક્ષ્ય પૂર્ણ કરી શકે નહીં. તેના માટે ચોક્કસપણે થોડું આયોજન જોઈએ. જો તમે દરરોજ થોડા પગલા ચાલો છો, તો તે વધુ સારું રહેશે જો તમે દરરોજ તેમાં 300 પગલા ચાલો અને બીજા દિવસે વધુ 300 પગલાં ઉમેરો. જ્યાં સુધી 10,000 પગલા સુધી પહોંચી ના જાઓ ત્યાં સુધી આ ક્રિયા કરતા રહો.

ઘરની નજીક ચાલતા જાઓ

આજકાલ મોટાભાગના લોકો ઘરની દુકાનમાં જવા માટે પણ સ્કૂટી અથવા બાઇકનો ઉપયોગ કરે છે. તેવી જ રીતે માર્કેટ અથવા ઓફીસ જતા સમયે લોકો એવી જગ્યાએ કાર પાર્ક કરે છે જ્યાથી વધુ ચાલવું ના પડે. પરંતુ તમારી આ આદત બદલો. જો તમે કોઈ કામ માટે ક્યાંક નજીક જઇ રહ્યા છો, તો પછી સ્કૂટી અથવા રિક્ષાને બદલે ચાલતા જાવ. અને કાર પણ થોડી દૂર પાર્ક કરો. આ રીતે, તમે દરરોજ 10,000 પગલા ચાલવાના લક્ષ્યને પાર કરી શકશો.

સીડીનો ઉપયોગ કરો

લિફ્ટને બદલે ભાગ્યે જ કોઈ સીડીનો ઉપયોગ કરતુ હશે. પરંતુ તમારે જો ફીટ રહેવું હોય તો આ આદત પણ બદલો અને સીડીથી ઉપર જાઓ. જો તમે તમારી આ આદત બદલો છો તો લિફ્ટનો ઉપયોગ ઘટશે અને તમારા ચાલવાના સમય અને ક્રિયામાં વધારો થશે. તમને જણાવી દઈએ કે માત્ર એક માળ સુધી ચડવા ઉતારવામાં તમારા 40 જેટલા પગલા થઇ જાય છે.

તમારા પાળેલા પ્રાણીને ફરવા લઇ જાઓ

જો તમારા ઘરમાં કોઈ પાલતુ હોય, તો તેને જાતે ચાલવા માટે લઈ જાઓ. સામાન્ય રીતે પાળતુ પ્રાણીવાળી વ્યક્તિ 15 મિનિટમાં આશરે 1000 પગલા ચાલી લે છે. આ ફક્ત તમારા પાલતુ પ્રાણી માટે જ નહીં, પરંતુ તમારા માટે પણ ફાયદાકારક છે. તમે સવારે અથવા સાંજે તમારા પાલતુ સાથે ફરવા જઈ શકો છો.

પેડોમીટરનો ઉપયોગ કરો

પેડોમીટર એ એક મશીન છે જે તમારા પગલાઓની ગણતરી કરે છે. પેડોમીટર ચાલતી વખતે વખતે તમારી ગતિને પણ રેકોર્ડ કરે છે. તમે ઘડિયાળ અથવા એપ્લિકેશનમાં પેડોમીટરનો ઉપયોગ કરી શકો છો.

 

આ પણ વાંચો: યુરિનના રંગ અને સ્વાસ્થ્યનું કનેક્શન: યુરિનના બદલાતા રંગ પ્રત્યે બેદરકારી પડી શકે છે ભારે, જાણો વિગત

આ પણ વાંચો: Best for Health: સવારના આ 5 હેલ્ધી નાસ્તા રાજાની જેમ કરશો, તો રાજાની જેમ જ જશે આખો દિવસ

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article