High cholesterol ના દર્દીએ ભુલથી પણ ના ખાવી જોઇએ આ વસ્તુ, નહીં તો તરત વધી જશે તકલીફ

|

Jan 26, 2023 | 2:14 PM

Bad Cholesterol level: ખોરાક સાથે જોડાયેલી ભૂલો પણ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે. કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે રોજ ખાવામાં આવતી આ વસ્તુઓ ખોરાકી ઝેરથી ઓછા નથી. વધારે વિગત માટે વાંચો આ અહેવાલ

High cholesterol ના દર્દીએ ભુલથી પણ ના ખાવી જોઇએ આ વસ્તુ, નહીં તો તરત વધી જશે તકલીફ
High cholesterol

Follow us on

હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ શિયાળામાં વધુ ચિંતિત હોય છે. હવામાનમાં સતત બદલાવને કારણે લોહીમાં લિપિડનું સ્તર ઉપર-નીચે જતું રહે છે. ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર જેટલું ઊંચું હોય છે, તેટલું હૃદય રોગનું જોખમ વધારે હોય છે. ઘણા સંશોધનો સામે આવ્યા છે જે દર્શાવે છે કે શિયાળામાં હાર્ટ એટેકના કેસ વધુ જોવા મળે છે અને તેનું મુખ્ય કારણ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર માનવામાં આવે છે. જો કે, ખોરાકને લગતી ભૂલો પણ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે. કોલેસ્ટ્રોલના દર્દીઓ રોજબરોજના ખાનપાનમાં ધ્યાન રાખવું જોઇએ, બેદરકારી હૃદય રોગનું વધારી શકે છે.

એગ ખાવાનું ટાળો

એનસીબીઆઈમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ઉચ્ચ કોલેસ્ટ્રોલના દર્દીઓએ ઇંડાથી અંતર રાખવું જોઈએ. ઘણા પોષક તત્વોથી ભરપૂર આ ફૂડમાં સેચ્યુરેટેડ ફેટ જોવા મળે છે અને જો તે વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો નકારાત્મક પરિણામો મળવાની શક્યતા રહે છે. ખરાબ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોએ લીવર તેમજ હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે ઇંડા ન ખાવા જોઈએ. જો કે, તેને ખાતા પહેલા, તમે ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લઈ શકો છો.

તળેલા અને મસાલા વાળા પદાર્થ

મસાલા અને તેલથી બનેલી વસ્તુઓનો સ્વાદ ઉત્તમ હોય છે પરંતુ તે દરેક માટે ઝેર સમાન હોય છે. માત્ર હાઈ કોલેસ્ટ્રોલ જ નહીં, સામાન્ય વ્યક્તિએ પણ આવો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. પબમેડના રિપોર્ટ અનુસાર આવી ખાદ્ય ચીજોમાં કેલરી વધુ હોય છે. જે લોકોનું કોલેસ્ટ્રોલનું સ્તર પહેલેથી જ ઊંચું છે, તેઓએ ડીપ ફ્રાઈડ ફૂડ તરફ પણ ન જોવું જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પ્રોસેસ્ડ મીટ

ખોરાકને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે તેમાં કોલેસ્ટ્રોલ વધુ હોય છે. આ કારણોસર, તેને ઓછા પ્રમાણમાં ખાવાની સલાહ આપવામાં આવે છે. નોન-વેજ વસ્તુઓમાં પણ કેલરી વધુ હોય છે અને તેને મર્યાદામાં ન ખાવાથી શરીરમાં માત્ર કોલેસ્ટ્રોલ જ નહીં પરંતુ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Next Article