
ઉનાળાની ગરમી માત્ર ત્વચાને જ નહીં પણ હૃદયને પણ અસર કરે છે. એવામાં આ ઋતુમાં હૃદયનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. તો ચાલો જાણીએ કે, ગરમીથી હૃદયને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય અને તેને તંદુરસ્ત કેવી રીતે બનાવી શકાય – જાણો, હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે.
ફક્ત શિયાળામાં જ નહીં ઉનાળામાં પણ હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. કાર્ડિયાક અરેસ્ટનું જોખમ શિયાળામાં જેટલું હોય છે તેટલું જ ઉનાળામાં હોય છે. આથી કહેવાય છે કે, હૃદયના દર્દીઓએ ઉનાળામાં તેમના હૃદયના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઉનાળામાં હૃદય પર વધુ પડતો ભાર ન આવવા દેવો જોઈએ.
જે લોકો ઉનાળામાં વધુ સમય સુધી તડકામાં રહે છે અને સખત મહેનત કરે છે તેમને હાર્ટ એટેકનું જોખમ રહે છે. એવામાં જો હૃદયના સ્વાસ્થ્યનું કાળજીપૂર્વક ધ્યાન ન રાખવામાં આવે તો હોસ્પિટલ જવું પડી શકે છે. આથી, ઉનાળાની સાથે શિયાળામાં પણ હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.
સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સુનિલ કાત્યાલ કહે છે કે, ઉનાળામાં લાંબા સમય સુધી તડકામાં રહેવું હૃદયના સ્વાસ્થ્ય માટે સારું નથી. આ તમારા શરીરને ગરમ કરે છે. શરીરને ઠંડુ રાખવા માટે હૃદયને શરીરના તમામ ભાગોમાં લોહી પહોંચાડવા માટે સખત પંપ કરવું પડે છે. જેનાથી હૃદય પરનો ભાર વધે છે.
આ સિવાય, જો તમે વધુ પડતું કામ કરો છો તો તમને વધુ પરસેવો થાય છે અને તમે ડિહાઇડ્રેશનનો ભોગ બની જાઓ છો. હવે આવી પરિસ્થિતિમાં હૃદય પર દબાણ વધે છે. આ કારણે હૃદયરોગના દર્દીઓમાં હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. મહત્વનું છે કે, તમે તમારા શરીરને ગરમ થવાથી બચાવો અને વધુ પડતી કસરત કે કામ ન કરો.
ઉનાળામાં પોતાને હાઇડ્રેટેડ રાખીને તમે હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખી શકો છો. આ માટે, લાંબા સમય સુધી તડકામાં ન રહો અને તમારા આહારમાં ફેરફાર કરો. ઉનાળામાં ખૂબ જ હળવો અને સરળતાથી પચે તેવો ખોરાક લેવો જોઈએ. ખોરાકમાં પ્રવાહીનું પ્રમાણ વધારે હોવું જોઈએ. તમે મોસમી ફળોનું સેવન કરીને પણ તમારી જાતને હાઇડ્રેટેડ રાખી શકો છો.
બીજું કે, જો તમને દારૂ અને તમાકુનો વ્યસન છે તો તમારે તેના પર કાબૂ રાખવું જોઈએ. દારૂ અને તમાકુ હૃદયના સ્વાસ્થ્યને બગાડે છે. આ સિવાય તણાવ કે ચિંતાથી દૂર રહો. જો તમને ગભરાટ કે ઘૂંઘળામણ જેવું કઈ પણ થાય છે તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.તો એસિડિટી અને ગેસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Published On - 4:01 pm, Sun, 4 May 25