કોરોના યુગમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી જરૂરી બની ગઈ છે. આ સમય દરમિયાન લોકોએ આ ખતરનાક રોગચાળાને રોકવા માટે તેમની જીવનશૈલીમાં ઘણા ફેરફારો કર્યા છે. પછી ભલે તે સમયાંતરે હાથ ધોવા, માસ્ક પહેરવા, તંદુરસ્ત આહાર(Health Diet)નું પાલન કરવું અથવા નિયમિતપણે કસરત કરવી વગેરે છે. આ આદતો રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધારવામાં મદદ કરે છે. નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે આપણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાં શરદી, કફ, ઉધરસ અને ફ્લૂ વગેરેનો સમાવેશ થાય છે. આવો જાણીએ રોગપ્રતિકારક શક્તિને મજબૂત (Immune System)કરવા માટે તમે કયા ખોરાકને આહારમાં સામેલ કરી શકો છો.
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નારંગી, લીંબુ, દ્વાક્ષ જેવા ખાટાં ફળોનો આહારમાં સમાવેશ કરી શકાય છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. વિટામિન સી શ્વેત રક્તકણોનું ઉત્પાદન પણ વધારે છે. તે ચેપ સામે લડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
લાલ કેપ્સીકમમાં વિટામીન સી અને બીટા કેરોટીન વધુ માત્રામાં હોય છે. બીટા કેરોટીન શરીરમાં વિટામિન Aમાં રૂપાંતરિત થાય છે. તે આપણી આંખો અને ત્વચાને સ્વસ્થ રાખે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે વિટામિન સી પણ આપણી ત્વચાને ચમકદાર બનાવે છે.
બ્રોકોલી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તેમાં વિટામીન A, C, E, ફાઈબર અને અન્ય ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
લસણ કોઈપણ વાનગીનો સ્વાદ વધારવાનું કામ કરે છે. તે માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતો પણ સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. તેમાં એવા ગુણધર્મો છે જે ચેપ સામે લડવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
આદુ બળતરા ઘટાડવામાં મદદ કરે છે. તે ગળાના દુખાવા અને બળતરાના રોગોને દૂર કરવામાં મદદ કરે છે. તે ઉબકા રોકવામાં પણ મદદ કરે છે. તે ક્રોનિક પીડા ઘટાડે છે. તેમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાના ગુણ છે.
હળદર બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે. તેમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ભોજનનો સ્વાદ વધારવાની સાથે તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)
આ પણ વાંચો-
આ પણ વાંચો-