Health Tips : આ ઘરગથ્થું ઉપાય અજમાવીને વધારો તમારી આંખોનું તેજ, ચશ્માના નંબર પણ ઉતરવા લાગશે

|

Sep 08, 2021 | 2:40 PM

શું તમે ચશ્માથી છુટકારો મેળવવા માંગો છો ? તો આજે અમે તમને જણાવીશું આંખોની દ્રષ્ટિ વધારવા અને ચશ્મા દુર કરવાના ઘરગથ્થું ઉપાય. જેના વડે તમે સરળતાથી ચશ્માથી છુટકારો મેળવી શકો છો.

Health Tips : આ ઘરગથ્થું ઉપાય અજમાવીને વધારો તમારી આંખોનું તેજ, ચશ્માના નંબર પણ ઉતરવા લાગશે
Try this home remedy to increase the brightness of your eyes

Follow us on

આપણા શરીરનું એક મહત્ત્વનું અંગ છે આંખ. જો તમે વધુ સમય સુધી કોમ્પ્યુટર ઉપર કામ કરો છો કે પુસ્તક, ટીવી જોવાથી તમારી આંખોમાં દુઃખાવો થવા લાગે છે તો તે તમારા માટે ભવિષ્યમાં તકલીફ થઇ શકે છે.

એવામાં આંખોની દ્રષ્ટિ નબળી થાય છે આંખો ઉપર ચશ્માં આવી જાય છે. પરંતુ જે લોકોને પહેલાથી જ ચશ્માં આવી ગયા હોય તો શું કરવું ? શું તમે ચશ્માથી છુટકારો મેળવવા માંગો છો? તો આજે અમે તમને જણાવીશું આંખોની દ્રષ્ટિ વધારવા અને ચશ્મા દુર કરવાના ઘરગથ્થું ઉપાય. જેના વડે તમે સરળતાથી ચશ્માથી છુટકારો મેળવી શકો છો.

આંખોની દ્રષ્ટિ વધારવાના ઘરગથ્થું ઉપાય

લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે

1. વધારે કામ કર્યા પછી આંખોનો થાક દુર કરવા માટે તમારી બન્ને હથેળીઓને એક બીજા સાથે ઘસો, જેનાથી ગરમી ઉત્પન થશે. પછી તમારી આંખો બંધ કરીને હથેળીઓને આંખો ઉપર મુકો. એક વાતનું ધ્યાન રાખશો કે આંખો ઉપર હાથ મુકતા સમયે પ્રકાશ બિલકુલ ન પડે. આવું દિવસમાં 3-4 વખત જરૂર કરો.

2. આંખ સ્વસ્થ રાખવા માટે આંબળાના પાણીથી આંખ ધુવો કે આંખમાં ગુલાબ જળ નાખો.

3. આંખોના દરેક જાતના રોગ જેમ કે પાણી નીકળવું, આંખો આવવી, આંખોની નબળાઈ વગેરે થવામાં રાત્રે 7-8 બદામ પલાળીને પાણીમાં ભેળવીને પીવો.

4. તાંબાના જગમાં એક લીટર પાણી ભરીને આખી રાત માટે મૂકી દો અને સવારે ઉઠીને તે પાણી પીવો. તાંબામાં રાખેલું પાણી ખાસ કરીને આંખોને ખુબ ફાયદો પહોચાડે છે.

5. કાનપટી ઉપર ગાયનું ઘી હળવા હાથથી રોજ મસાજ કરવાથી આંખોની રોશની વધે છે.

6. આંખોની દ્રષ્ટિ વધારવા માટે આંબળાનો બનેલો મુરબ્બો દિવસમાં બે વખત ખાઓ. તેનાથી તમને ઘણી મદદ મળશે.

7. એક ચમચી વરીયાળી બે બદામ અને અડધી ચમચી સાકર વાટી લો તે રોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે લો.

 

આ પણ વાંચો –

Mansukh Hiren Murder Case : પ્રદીપ શર્માએ સોપારી લઈને હત્યા કરી, પોલીસકર્મી સચિન વાઝેએ આપી હતી મોટી રકમ – NIA ચાર્જશીટ

આ પણ વાંચો –

મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ કિરુબાકરને જણાવ્યુ કે “સુપ્રીમ કોર્ટ માત્ર દિલ્હી અથવા આસપાસ રહેતા લોકો માટે નથી”

આ પણ વાંચો –

Ganesh Chaturthi 2021: આ ગણેશ ચતુર્થીએ કેવી રીતે કરશો વક્રતુંડના વધામણા ? જાણો ગણેશ સ્થાપનના શુભ મુહૂર્ત અને વિધિ

Next Article