આપણે બધા જ ઇચ્છીએ છીએ કે આપણી ત્વચા સુંદર અને ગ્લોઇંગ લાગે. આપણે તેના માટે બજારમાંથી કેટલાક મોંઘા કોસ્મેટિક્સ પ્રોડ્ક્ટ્સ પણ લઇ આવ્યે છીએ. પરતુ શું તમને ખબર છે કે આપણી ત્વચાની સુંદરતા તમે ફક્ત અંદરથી જ વધારી શકો છો. કોઇ બ્યુટી પ્રોડક્ટ્સ તમને સુંદર નથી બનાવી શક્તુ. તમે જે ખોરાક ખાવો છો તેના પર આધાર રાખે છે તમારી સ્કીન. તમે જેટલી હેલ્ધી ચીજ વસ્તુઓનું સેવન કરશો એટલી જ તમારી સ્કીન પણ હેલ્ધી બનશે. આના માટે વિટામીન્સથી ભરપૂર ખોરાક ખાવાની જરૂર છે પરંતુ આજકાલના વ્યસ્ત સમયમાં લોકો ફાસ્ટફૂડ ખાઇને કામ ચલાવી લે છે તે તમારા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે અને લાંબા સમયે તમારી સ્કીનને નિસ્તેજ બનાવી દે છે.
આજે અમે તમારા માટે એવા વિટામીન્સ અને ખોરાકની માહિતી લઇને આવ્યા છે કે જેના સેવનથી તમારી સ્કિન પણ ગ્લો કરવા લાગશે અને તમારા ચહેરાનો ગ્લો પણ વધશે.
Vitamin – A
વિટામિન એ ત્વચાના આરોગ્યને જાળવવાનું કામ કરે છે. તેનું સેવન કરવાથી ચહેરાની કરચલીઓ, આંખો અને ફેફસાંનું કેન્સર, સૂર્યપ્રકાશથી થતા નુકસાનને અટકાવવામાં મદદ મળે છે. એટલું જ નહીં, તેમાં હાજર એન્ટીઓકિસડન્ટ ગુણ પણ ત્વચાને સનબર્નથી બચાવે છે.
વિટામિન એ બટાકા, ગાજર, પાલક અને કેરી જેવા ખોરાકમાં ભરપુર પ્રમાણમાં જોવા મળે છે.
Vitamin – C
વિટામિન સી ત્વચાના કેન્સરની શક્યતા ઘટાડે છે. જ્યારે શરીરમાં વિટામિન સીનું પ્રમાણ ઓછું હોય ત્યારે પેઢામાંથી લોહી આવવા જેવી સમસ્યાઓ જોઈ શકાય છે.
વિટામીન સી ખાટા ફળો, મરચાં, બ્રોકોલી, સ્ટ્રોબેરી, ટામેટાં, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ જેવા ઘણા અન્ય શાકોમાં જોવા મળે છે.
Vitamin – B5
વિટામિન બી 5 ત્વચાના પાણીના નુકસાનને અટકાવે છે અને ત્વચાના અવરોધક કાર્યોમાં સુધારો કરે છે. આ ત્વચાને શુષ્ક બનતા રોકે છે અને નરમ રાખે છે.
આ વિટામિન અનાજ, એવોકાડો અને ચિકન વગેરેનું સેવન કરીને આ વિટામિનનું મેળવી શકાય છે.
Vitamin -K
ત્વચાના ઘા અને ડાર્ક સર્કલને સુધારવામાં વિટામિન K અસરકારક ભૂમિકા ભજવે છે.
વિટામિન K કોબી, કેળા અને દૂધનું સેવન પુષ્કળ કરવાથી મળે છે.
Vitamin – B3
તંદુરસ્ત ત્વચા માટે વિટામિન બી 3 જરૂરી છે. તે મગજ, નર્વસ સિસ્ટમ અને લોહીના કોષોને પણ સ્વસ્થ રાખે છે. વિટામિન બી 3 નો ઉપયોગ ત્વચાને વૃદ્ધત્વથી બચાવવા અને ત્વચાની ચમક જાળવવા માટે કરી શકાય છે.
પીનટ્સ, એવોકાડો, બ્રાઉન રાઇસ વગેરેમાંથી તમને વિટામીન બી 3 મળી રહેશે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –