Health Tips: ભોજનમાં દૂધ સાથે આ ખાદ્યપદાર્થો તમારા આરોગ્યને કરી શકે છે નુકસાન

|

Feb 21, 2021 | 9:01 PM

ભોજનમાં દરરોજ દૂધનું સેવન કરવાથી આપણા શરીરમાં ઘણા પોષક તત્વો મળે છે. દૂધ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

Health Tips: ભોજનમાં દૂધ સાથે આ ખાદ્યપદાર્થો તમારા આરોગ્યને કરી શકે છે નુકસાન

Follow us on

Health Tips: ભોજનમાં દરરોજ દૂધનું સેવન કરવાથી આપણા શરીરમાં ઘણા પોષક તત્વો મળે છે. દૂધ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધમાંથી પ્રોટીન, કેલ્શિયમ, ખનિજ તત્વો અને વિટામિન પુષ્કળ પ્રમાણમાં મળે છે. દૂધ આપણા આરોગ્ય માટે ફાયદાકારક છે પણ જો આપણે દૂધની સાથે ખોટી વસ્તુઓ ખાઈએ તો આપણા આરોગ્યને નુકસાનકારક પણ થઈ શકે છે. જો તમને આ ખાદ્યપદાર્થો વિશે ખબર નથી તો આજે અમે તમને આવા ખાદ્યપદાર્થો વિશે જણાવીશું.

 

ભોજનમાં દૂધ સાથે આ ખાદ્યપદાર્થો ન લેવા જોઈએ 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

1) દૂધ સાથે બ્રેડ અને બટર ન ખાઓ: મોટાભાગના ઘરોમાં નાસ્તા તરીકે બટર સાથેની બ્રેડનો ઉપયોગ થાય છે. પરંતુ જો તમે દૂધ સાથે બ્રેડ અને બટરનો ઉપયોગ કરો છો તો તે તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. દૂધ સાથે બ્રેડ અને બટર ખાવાથી ઉલટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

 

2) દૂધ સાથે ન ખાઓ આ વસ્તુઓ: દૂધ સાથે મોસંબી ન ખાવી જોઈએ. દૂધમાં હાજર કેલ્શિયમ ફળના પોષક તત્વોને સૂકવવાનું કામ કરે છે. જેના કારણે તમારા શરીરને પોષણ નહીં મળે. દૂધ પીતી વખતે મોસંબીનું સેવન કરવાથી ગેસ જેવી સમસ્યા પણ થઈ શકે છે. મોસંબી ઉપરાંત દૂધ સાથે દહી, આથાવાળો ખોરાક, ઇંડા, માંસ અને માછલીનું સેવન ન કરવું જોઈએ.

 

3) મૂળા: દૂધ પીતી વખતે મૂળાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. તેનાથી ચામડીના રોગો થઈ શકે છે. જો તમે ચામડી સંબંધિત રોગોથી બચવા માંગો છો તો દૂધ પીતા સમયે મૂળોનું સેવન ન કરો.

 

4) દૂધ સાથે મસાલેદાર ખોરાક ન લો: દૂધ પીધા પછી મસાલેદાર ખોરાક ન ખાવા જોઈએ. દૂધ પીધા પછી મસાલેદાર ખોરાક ખાવાથી અપચો અને ગેસ જેવી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article