શિયાળા માટે ટોચની વાનગીઓની વાત કરીઓ તો તે પૈકીની બે વસ્તુ તલ અને ગોળ છે. મીઠાના શોખીન લોકોએ તો આ વાનગી વિશે જાણવું જ જોઇએ જેને શિયાળાની વાનગી તરીકે ઓળખવામાં આવે છે. શિયાળામાં આ બંને વસ્તુઓનું સેવન સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદાઓ આપે છે.
મકરસંક્રાતિમાં બનાવવાની પરંપરા
તલ અને ગોળના લાડુ શિયાળામાં ખવાતા હોય છે. તે મોટાભાગે દેશના ઉત્તરીય પ્રદેશોમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં મીઠાઈ તરીકે ખાવામાં આવે છે. ગુજરાતમાં પણ મકરસંક્રાંતિના તહેવાર પર તે ખાસ બનાવવામાં આવે છે.
તલ અને ગોળના ફાયદા
તલમાં હાજર તેલ શરીરને ગરમી આપવાનું મુખ્ય કાર્ય કરે છે અને શરીરના આંતરિક તાપમાનને ઘટતું અટકાવે છે. શરીરમાં હાજર ચરબી એટલે કે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.તલમાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે, વાળની ગુણવત્તામાં વધારો કરે છે અને ત્વચાને ચમકદાર અને સ્વસ્થ રાખે છે.વધુમાં, ગોળ આખા શરીરને સાફ કરે છે, પાચનમાં સુધારો કરે છે અને શરીરને જરૂરી માત્રામાં આયર્ન પૂરું પાડે છે અને એનિમિયાને અટકાવે છે.
ડાયબિટીસના દર્દીઓએ ન લેવુ જોઇએ
જો કે ગોળએ ખાંડનો સારો વિકલ્પ હોવાના સાથે ગળપણવાળુ તત્વ તો છે જ, જેથી તેનું ડાયાબિટીસના દર્દીઓએ મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ કારણ કે તે સુગર લેવલને બગાડી શકે છે અને વજનમાં પણ વધારો કરી શકે છે.
ગોળનું વધુ પડતું સેવન કરવાથી કબજિયાત અને પેટ ખરાબ થઈ શકે છે. તલનું વધુ પડતું સેવન ખાંડનું સ્તર પણ બગાડી શકે છે અને તેને ઘટાડી શકે છે, તેથી તેના વપરાશની માત્રા પર દેખરેખ રાખવી જરૂરી છે. નહિંતર, તલ-ગોળ આવનારી સિઝન માટે સૌથી પ્રિય સ્વીટ ડીશ છે.