Health Tips : જો તમને બહુ પસંદ હોય ચાઉમીન તો ચેતી જજો, જાણો શું થાય છે નુકસાન

|

Feb 10, 2021 | 7:56 AM

Health Tips : ફાસ્ટ ફૂડમાં પણ મોટાભાગના લોકો ચાઉમીન ખાવાનું વધુ પસંદ કરે છે. પણ ચાઉમીન ખાવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Health Tips : જો તમને બહુ પસંદ હોય ચાઉમીન તો ચેતી જજો, જાણો શું થાય છે નુકસાન
CHOWMIN

Follow us on

Health Tips : આપણા દેશની વિવિધ ઓળખમાં એક ઓળખ છે ખોરાક. આપણા દેશનો સ્વાદિષ્ટ ખોરાક દુનિયાભરમાં પ્રખ્યાત છે. જો કે લોકોને જેટલું ભારતીય ભોજન ગમે છે તેટલું જ ચાઇનીઝ ભોજન પણ ગમે છે. આજકાલ લોકોને ફાસ્ટ ફૂડનો બહુ શોખ છે. ફાસ્ટ ફૂડમાં પણ મોટાભાગના લોકો ચાઉમીન ખાવાનું વધુ પસંદ કરે છે. પણ ચાઉમીન ખાવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવો જાણીએ ચાઉમીન ખાવાથી આપણા શરીરમાં શું નુકસાન થાય છે.

ચાઉમીન ખાવાથી થતા નુકસાન

1) મેંદો સ્વાસ્થ્ય માટે ક્યારેય ફાયદાકારક હોઇ શકે નહીં. ચાઉમીન મેંદાના લોટમાંથી બને છે અને તેથી તેને ખાવાથી પેટ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. મેંદાનો લોટ પેટમાં ચોટી રહે છે જેનાથી પેટમાં દુખાવો થવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

2) ચાઉમીન ખાવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ બને છે, જે આગળ જતા મેદસ્વીપણાનું કારણ બને છે.

3) ચાઉમીન ખાવાથી પાચનમાં પણ મુશ્કેલી થાય છે.

4) ચાઉમીન હાડકાં માટે ખૂબ જ નુકસાનકારક છે. ચાઉમીન બનાવવામાં ઉપયોગમાં લેવાતા અજિનોમોટો માનવ શરીરમાં હાડકાઓને ખૂબ નુકસાન પહોંચાડી શકે છે.

5) ચાઉમીનમાં સ્વાદ માટે ખતરનાક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે જે નુકસાનકારક છે. તેનાથી ફેફસાને નુકસાન થવાની સાથે લિવર અને કિડની ખરાબ થવાનું જોખમ રહેલું છે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. લેખમાં જણાવેલ ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

Next Article