
હાર્ટ એટેક એક ઈમરજન્સી મેડિકલ સમસ્યા છે. આવા કેસમાં દર્દીને તરત હોસ્પિટલ લઈ જવો જોઈએ. પણ કેટલીક વાર લોકો જરુરી મેડિકલ મદદ ન મળવાને કારણે કે યોગ્ય સારવાર ન મળવાને કારણે દર્દીના મોત પણ થઈ જાય છે. હાર્ટ એટેકની સમસ્યાનો આપણે સારી રીતે સામનો કરીને મોતની સંભાવનાઓ ઘટાડી શકીએ છે. તેના માટે પહેલા તો હાર્ટ એટેકના લક્ષણો વિશે પણ જાણી લેવું જરુરી છે. હાર્ટ એટેક આવ્યાના 15 મિનિટમાં નીચે મુજબના કામ કરવાથી તમે દર્દીનો જીવ બચાવી શકો છો.
હાર્ટ એટેકના લક્ષણો દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે. હાર્ટ એટેકના લક્ષણો હળવા હળવા દુખાવા અને બેચેનીથી શરુ થાય છે. હાર્ટ એટેકના સૌથી સામાન્ય લક્ષણ છાતીમાં દુખાવાથી છે. છાતી સિવાય હાથ, પીઠ, ગળું, પેટ, દાંત પણ દુખાવો થયો હોય છે. તેની સાથે સાથે ઠંડો પરસેવો, ઉલટી, ચક્કર, અપચો, થાક પણ હાક્ટ એટેકના લક્ષણો છે.
ઈમરજન્સી નંબર પર કોલ કરો
જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે કે છાતીમાં દુખાવો વધી જોય તો તમત મેડિકલ ઈમરજન્સી નંબર પર કોલ કરવો જોઈએ. જેથી એમ્બુલેન્સ યોગ્ય સમયે દર્દી સુધી પહોંચી શકે. આ સિવાય કોઈ અન્ય વ્યક્તિની મદદથી તમે તે દર્દીને નજીકની હોસ્પિટલ સુધી પણ પહોંચાડી શકો છો.એમ્બુલેન્સ આવે તેટલા સમયમાં નીચે મુજબની અન્ય રીતોથી તમે તેની સારવાર કરી શકો છો. હાર્ટ એટેક સમયે પોતે વાહન ન ચલાવો.
Aspirin (એસ્પિરિન)
જ્યાં સુધી કટોકટીની મેડિકલ સહાય તમારા સુધી ન પહોંચે ત્યાં સુધી એસ્પિરિનને ચાવો. એસ્પિરિન તમારા લોહીને ગંઠાઈ જવાથી રોકવામાં મદદ કરે છે. હાર્ટ એટેક પછી તેને લેવાથી હાર્ટ ડેમેજ ઘટાડી શકાય છે. જો તમને તેની એલર્જી હોય અથવા તમારા ડૉક્ટર દ્વારા ક્યારેય એસ્પિરિન ન લેવાનું કહેવામાં આવ્યું હોય તો એસ્પિરિન ન લો.
Nitroglycerin (નાઇટ્રોગ્લિસરિન)
જો તમને ડોક્ટર દ્વારા નાઈટ્રોગ્લિસરિન લેવાનું કહેવામાં આવ્યું છે, તો આવી સ્થિતિમાં તરત જ તેનો ઉપયોગ કરો. જો તમને લાગે કે તમને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તમારા ડોક્ટરે તમારા માટે પહેલેથી જ નાઈટ્રોગ્લિસરીન સૂચવ્યું છે, તો ઈમરજન્સી મેડિકલ મદદ આવે તે પહેલા તેને સાથે રાખી તેનાથી જ સારવાર કરો.
ડિફિબ્રિલેટરનો ઉપયોગ કરો
જો દર્દી બેભાન હોય અને તમારી પાસે ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર (AED) સરળતાથી ઉપલબ્ધ હોય, તો તેનો ઉપયોગ કરવા માટે ઉપકરણની સૂચનાઓને અનુસરો. સામાન્ય રીતે જ્યારે કોઈ કારણસર હૃદયના ધબકારા ઝડપી અથવા ધીમા થઈ જાય ત્યારે તેનો ઉપયોગ થાય છે.
સીપીઆર આપો
જો દર્દી બેભાન હોય તો CPR શરૂ કરો. જો વ્યક્તિ શ્વાસ ન લેતી હોય અથવા તમને પલ્સ ન મળે, તો કટોકટીની તબીબી સહાય માટે કૉલ કર્યા પછી રક્ત પ્રવાહ જાળવવા માટે CPR શરૂ કરો. તેના માટે વ્યક્તિની છાતીના મધ્યમાં સખત અને ઝડપી દબાણ કરો. આ એક મિનિટમાં લગભગ 100 થી 120 વખત કરો.
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી
Published On - 1:58 pm, Tue, 28 February 23