
હળદરવાળું દૂધ (હલ્દી દૂધ) ભારતના અનેક ઘરોમાં વર્ષોથી એક પરંપરાગત ઘરગથ્થુ ઉપચાર તરીકે ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે તેને આરોગ્ય વધારવા, રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા અને રાત્રે સારી ઊંઘ મેળવવામાં મદદરૂપ માનવામાં આવે છે. હળદરમાં રહેલું કર્ક્યુમિન એન્ટી-ઇન્ફ્લેમેટરી તેમજ એન્ટીઑક્સિડન્ટ ગુણોથી સમૃદ્ધ હોય છે, જે શરીરના સોજા ઘટાડવામાં અને overall health સુધારવામાં મદદ કરે છે.
પરંતુ શું તમે જાણો છો કે આ હેલ્ધી માનાતું પીણું ખોટી રીતે અથવા ખોટા સમય પર લેવાય તો તે શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે?
ઘણા લોકો હળદરવાળું દૂધ પીધા બાદ તરત જ સુઈ જવાની આદત ધરાવે છે. આરોગ્ય નિષ્ણાતોના મત મુજબ આ યોગ્ય નથી. દૂધ સ્વભાવથી ભારે હોય છે અને તેને પચવામાં સમય લાગે છે. જો પીધા બાદ તરત જ સુઈ જવાય તો પાચનક્રિયા ધીમી પડી શકે છે અને એસિડિટી, પેટમાં ફૂલાવો તથા એસિડ રિફ્લક્સ જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
હળદરનો અતિરેક પણ આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. જરૂર કરતાં વધારે હળદર લેવાથી પેટમાં અસ્વસ્થતા, ગેસ, પેટમાં દુખાવો અને કેટલીક પરિસ્થિતિમાં ડાયરિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી યોગ્ય માત્રામાં જ તેનું સેવન કરવું જરૂરી છે.
દરેક વ્યક્તિ માટે હળદર દૂધ લાભદાયક હોય એવું નથી. કેટલીક ખાસ પરિસ્થિતિમાં તેનો ઉપયોગ ટાળવો જોઈએ, જેમ કે –
કેટલાક લોકો ખાલી પેટ હળદર દૂધ પીવાનું પસંદ કરે છે, પરંતુ તે દરેક માટે યોગ્ય નથી. ખાસ કરીને જેમને પેટ સંવેદનશીલ હોય તેમને ખાલી પેટ હળદર દૂધ પીવાથી ઈરિટેશન, એસિડિટી અથવા અસહજતા થઈ શકે છે.
હળદર દૂધ તૈયાર કરતી વખતે યોગ્ય રીત અપનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં કાળી મરી ઉમેરવાથી કર્ક્યુમિનના અવશોષણમાં વધારો થાય છે, જે હળદરના લાભોને વધુ અસરકારક બનાવે છે. યોગ્ય પ્રમાણ અને યોગ્ય રીતથી બનાવેલું હળદર દૂધ જ શરીર માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે.
Vastu Tips : કામધેનુ ગાયની મૂર્તિ ઘરમાં રાખવાની સાચી દિશા કઈ? જાણો શું ફાયદો થશે
Published On - 9:50 am, Tue, 24 March 26