Makhana Side Effects: વધુ પ્રમાણમાં મખાના ખાવાથી બચો, નહીં તો થઈ શકે છે આ સમસ્યા

મખાનાથી વેટ લોસ, સ્કીન, વાળ, એન્ટીએજિંગ, બ્લડ શુગર અને પાચનતંત્રને સ્વસ્થ બનાવવાના ફાયદા મળે છે પણ તેનું વધારે માત્રામાં સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

Makhana Side Effects: વધુ પ્રમાણમાં મખાના ખાવાથી બચો, નહીં તો થઈ શકે છે આ સમસ્યા
Makhana
| Edited By: | Updated on: Apr 12, 2023 | 7:15 AM

મખાના એક સુપરફૂડ છે, કારણ કે તેમાં કેલરી અને કોલેસ્ટ્રોલ ઓછુ હોય છે અને કેલ્શિયમ, પોટેશિયમ જેવા પોષકતત્વ મોટી માત્રામાં હોય છે. આ સુપરફૂડને ફ્રાય કરીને એક પૌષ્ટીક નાસ્તા તરીકે લઈ શકાય છે. તેનાથી વધારે સારૂ શું હોય શકે છે કે જ્યારે બાળક અથવા વડીલ માર્કેટમાં મળનારી ચિપ્સની જગ્યાએ મખાના ખાવાની આદત પાડે. તેને ફોક્સનટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મખાનાને લોકો રોસ્ટ કરીને ખાવાનું પસંદ કરે છે પણ મોટાભાગના લોકો તેને વધારે ખાવાની ભૂલ કરે છે.

સાથે જ લોકોને એ પણ પ્રશ્ન રહે છે કે એક દિવસમાં કેટલા મખાના ખાવા જોઈએ. ચાલો આજે અમે તમને જણાવીએ કે મખાનાને ખાવાની યોગ્ય રીત કઈ છે અને જો તેને વધારે માત્રામાં ખાવામાં આવે તો શરીરને શું નુકસાન સહન કરવા પડી શકે છે.

આ પણ વાંચો: Hormonal Weight Gain : આ 6 હોર્મોન્સના કારણે વધે છે મહિલાઓનું વજન, જાણો કેવી રીતે કંટ્રોલ કરવું

એક દિવસમાં કેટલા મખાના ખાવા જોઈએ

મખાનાથી વેટ લોસ, સ્કીન, વાળ, એન્ટીએજિંગ, બ્લડ શુગર અને પાચનતંત્રને સ્વસ્થ બનાવવાના ફાયદા મળે છે પણ તેનું વધારે માત્રામાં સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. રિપોર્ટસ મુજબ દિવસમાં એક અથવા બે મુઠ્ઠી મખાનાનું સેવન કરવું જોઈએ. ઘીમાં રોસ્ટ કરેલા મખાના સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે પણ તેને એક હદથી વધારે માત્રામાં ખાવા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

વધારે મખાના ખાવાથી આ સમસ્યા થઈ શકે છે

પથરીની સમસ્યાઃ મખાના કેલ્શિયમનો મોટો સ્ત્રોત છે અને તેનું વધારે સેવન કરવાથી શરીરમાં આ પોષક તત્વોનું પ્રમાણ વધે છે. કિડનીમાં પથરી ઉપરાંત સાંધા સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે.

એલર્જી થઈ શકે છેઃ કહેવાય છે કે મખાનામાં સ્ટાર્ચ હોય છે અને તેના કારણે શરીરમાં એલર્જી થઈ શકે છે. જો મખાના ખાધા પછી તમને ત્વચા પર એલર્જી લાગે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

કબજિયાતની સમસ્યાઃ જો તમને લાગે છે કે વધુને વધુ મખાના ખાવાથી તમે સ્વસ્થ રહી શકો છો તો તે તમારી ભૂલ છે. ચયાપચય માટે જરૂરી ફાઈબર મખાનામાં હાજર છે, પરંતુ તે વધુ ખાવાથી વિપરીત અસર થઈ શકે છે. તમે કબજિયાતનો શિકાર બની શકો છો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

 

tv9gujarati.com પર જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત નવીનતમ ગુજરાતી સમાચાર જુઓ

બ્યુટી ટિપ્સ,સ્વાસ્થ્ય સમાચાર,જીવનશૈલી સંબંધિત દરેક સમાચાર જાણવા માટે જોડાયેલા રહો..