Health : લગ્નની સીઝનમાં આ 3 ફૂડ ખાશો તો નહીં થાય પેટની કોઈ સમસ્યા

|

Nov 29, 2021 | 2:31 PM

લગ્નમાં, મોટાભાગનો ખોરાક તેલ-મસાલેદાર બને છે. તમારું પાચનતંત્ર નબળું છે. ગેસ, ખેંચાણ, બળતરાની સમસ્યા શરૂ થાય છે, તો જમ્યા પછી તરત જ છાશ પી લો.

Health : લગ્નની સીઝનમાં આ 3 ફૂડ ખાશો તો નહીં થાય પેટની કોઈ સમસ્યા
Foods for Digestion

Follow us on

લગ્નમાં(Marriage Season) પાચનને (Digestion) સ્વસ્થ રાખતા ખોરાકઃ લગ્નની સિઝન ચાલી રહી છે. જે ઘરમાં લગ્ન હોય છે ત્યાં ખુશીનું વાતાવરણ હોય છે, ઘણી બધી મીઠાઈઓ, વિવિધ પ્રકારની વાનગીઓ વગેરે હોય છે. કેટલાક લોકો લગ્નની મજામાં એટલા મશગૂલ થઈ જાય છે કે તેઓ પોતાની શારીરિક સમસ્યાઓને નજર અંદાજ કરી દે છે અને તે બધી વસ્તુઓ ખાવા-પીવા લાગે છે, જેનાથી તેમની સમસ્યા વધી શકે છે.

લગ્નની સિઝનમાં ઘણીવાર પાચનની સમસ્યા વધી જાય છે. તેમાં ગેસ, અપચો, પેટ ફૂલવું, બળતરા, ખાટા ઓડકારની સમસ્યા શરૂ થાય છે, ઝાડા થાય છે, પેટમાં દુખાવો શરૂ થાય છે. એવા લોકોને વધુ તકલીફ થાય છે જેમની પાચન શક્તિ નબળી હોય છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન રૂજુતા દિવેકરે કેટલાક હેલ્ધી ફૂડ્સ વિશે જણાવ્યું છે, જેનું સેવન તમે લગ્નની સિઝનમાં પાચનક્રિયાને સ્વસ્થ રાખવા માટે કરી શકો છો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ખોરાક જે લગ્નની સિઝનમાં પાચનને સ્વસ્થ રાખશે
1. જો તમે કોઈ પણ જાતના ડર વિના લગ્નની મજા માણવા માંગતા હો અને ભરપૂર ખાવા માંગતા હો, તો મેથીના લાડુ ખાઓ. આ લાડુ સૂકા આદુ, ઘી, ગોળ, મેથીમાંથી તૈયાર કરવામાં આવે છે. તેનું સેવન કરવાથી પેટમાં દુખાવો, કબજિયાતની સમસ્યા રહેતી નથી. પેટમાં મ્યુકોસ બનાવે છે. પેટની તબિયત બગડવાને કારણે તેની અસર વાળ પર પણ પડે છે, જેના કારણે વાળ શુષ્ક, નિર્જીવ, ફ્રઝી થઈ જાય છે. મેથીના આ પૌષ્ટિક લાડુ ખાવાથી વાળ પણ સ્વસ્થ અને ચમકદાર લાગે છે.

લગ્નના દિવસોમાં દરેકની દિનચર્યા ખોરવાઈ જાય છે. ન તો તેઓને પૂરતી ઊંઘ મળે છે અને ન તો તેઓ વર્કઆઉટ રૂટિન ફોલો કરી શકતાં હોય છે. આ સ્થિતિમાં તમે આ લાડુ સવારના નાસ્તામાં ખાઈ શકો છો. તેનાથી બ્લડ શુગર લેવલ યોગ્ય રહેશે.

2. લગ્નમાં, મોટાભાગનો ખોરાક તેલ-મસાલેદાર બને છે. તમારું પાચનતંત્ર નબળું છે, થોડો તેલ-મસાલો પણ ખાધા પછી ગેસ, ખેંચાણ, બળતરાની સમસ્યા શરૂ થાય છે, તો જમ્યા પછી તરત જ છાશ પી લો. આ છાશ કાળું મીઠું, હિંગ અને દહીંમાંથી તૈયાર કરવામાં આવે છે. છાશ એ પ્રોબાયોટીક્સ અને વિટામીન B12 નો ઉત્તમ સ્ત્રોત છે. હીંગ અને કાળા મીઠાનું મિશ્રણ પેટનું ફૂલવું, ગેસ, ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમની સમસ્યાથી બચાવે છે. જો તમે સાંજે પાર્ટી-ફંક્શનમાં જાવ છો અને ઈચ્છો છો કે તમારું પેટ સપાટ દેખાય અને ફૂલેલું ન હોય, તો તમે આ હેલ્ધી છાશ પી શકો છો.

3. રાત્રે, જ્યારે તમે લગ્ન પછી, ફંક્શનમાંથી મુક્ત થઈને સૂઈ જાઓ, પછી એક ચમચી ચ્યવનપ્રાશ લો. આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તે ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. તેનાથી ત્વચાને પણ ફાયદો થાય છે. ત્વચા નરમ રહે છે. ઘણી વખત લગ્નના ફંક્શનમાં તેઓ ત્વચાની સંભાળ રાખી શકતા નથી. ચહેરો આખો દિવસ ભારે મેકઅપથી ઢંકાયેલો રહે છે. ચ્યવનપ્રાશ ચહેરાને સ્વસ્થ રાખી શકે છે. જો તમારે મોડી રાતના લગ્નોમાં વારંવાર જવું પડતું હોય, ખાસ કરીને ડેસ્ટિનેશન વેડિંગમાં તો ચ્યવનપ્રાશનું સેવન કરવું જોઈએ.

 

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : વજન ઘટાડવા માટે મૂળાની ભાજીનો રસ છે ખૂબ જ ફાયદાકારક, અનેક રોગો સામે પણ આપે છે રક્ષણ

આ પણ વાંચો : Fitness Tips: દરરોજ અડધો કલાક સાયકલ ચલાવવાના છે અકલ્પનીય ફાયદા, જાણો સાયકલિંગ વિશે મહત્વની વાતો

Next Article