Health: તાવ આવે એનો અર્થ તમને કોરોના થઈ ગયો છે? જાણો શું કહે છે તજજ્ઞો

|

Jan 08, 2022 | 8:41 AM

જો તમને માત્ર તાવ હોય, તો જરૂરી નથી કે તમે કોરોના ટેસ્ટ કરાવો. જોકે તમને શરદી, સતત ઉધરસ અને ગળામાં દુખાવો સાથે તાવ હોય તો તે કોરોનાના લક્ષણ હોઈ શકે છે. આ સ્થિતિમાં ટેસ્ટ કરાવવો જોઈએ.

Health: તાવ આવે એનો અર્થ તમને કોરોના થઈ ગયો છે? જાણો શું કહે છે તજજ્ઞો
Symbolic Photo

Follow us on

દેશમાં કોરોના વાઈરસ (Coronavirus)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. દરમિયાન, ઘણા લોકો ઉધરસ, શરદી અને તાવ (Fever)ની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કારણ કે કોરોનાના નવા વેરિઅન્ટ Omicron (New variant Omicron)ના લક્ષણો પણ સમાન છે. એટલા માટે લોકોને શંકા છે કે તેમને જે તાવ આવ્યો છે તે કોવિડ નથી. તજજ્ઞો પાસેથી જાણીએ કે કયા લક્ષણો દ્વારા તમે ઓળખી શકો છો કે તે કોવિડ (Covid) છે કે સામાન્ય ફ્લૂ.

એક વરિષ્ઠ ચિકિત્સક ડૉક્ટર અજય કુમારે જણાવ્યુ કે જો તમને તમારા શરીરમાં કોઈ પ્રકારનો ફ્લૂ અથવા વાયરલ જેવી સમસ્યા છે તો એનો અર્થ એ નથી કે કોરોના થયો છે. જો તમને માત્ર તાવ હોય તો જરૂરી નથી કે તમે કોરોના ટેસ્ટ કરાવો. જોકે તમને શરદી, સતત ઉધરસ અને ગળામાં દુખાવો સાથે તાવ હોય તો તે કોરોનાના લક્ષણ હોઈ શકે છે.

આ સ્થિતિમાં ટેસ્ટ કરાવવો જોઈએ. કારણ કે કેટલીકવાર એવું બને છે કે વ્યક્તિમાં કોરોનાના તમામ લક્ષણો હોય છે, પરંતુ તેમને વધુ સમસ્યા નથી હોતી. તેને કારણે તે ટેસ્ટ કરાવતો નથી, પરંતુ તેણે ટેસ્ટ કરાવવો જોઈએ. કારણ કે જો આવી વ્યક્તિ ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા અથવા મોટી ઉંમરના વ્યક્તિના સંપર્કમાં આવે છે તો તે તેને ગંભીર રીતે ચેપ લગાવી શકે છે. જો તમને કોઈ રોગ છે તો આ સ્થિતિમાં કોરોનાની ઉધરસથી તમારી સ્થિતિ બગડી શકે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ફલૂ અને કોરોના ઉધરસ વચ્ચેનો તફાવત

વરિષ્ઠ ચિકિત્સકના કહેવા પ્રમાણે તાવના કારણે ઉધરસ, શરદી, માથાનો દુખાવો અને નાક ભરાઈ જવાની સમસ્યા રહે છે, બીજી તરફ કોરોના વાયરસથી પણ શરદી, છાતીમાં તીવ્ર દુ:ખાવો અને સતત ઉધરસ રહે છે. જો કોઈને અસ્થમા, બ્રોન્કાઈટિસ, COPD રોગ છે તો આ સ્થિતિમાં કોરોના દરમિયાન થયેલો કફ તમારી સ્થિતિ બગાડી શકે છે. આ કારણે તમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. શ્વાસ લેવામાં તકલીફ એ કોરોના ચેપનું મુખ્ય લક્ષણ છે. આવી સ્થિતિમાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.

ઓમિક્રોન દર્દીઓમાં આ સૌથી સામાન્ય લક્ષણ

દિલ્હીની લોકનાયક હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. સુરેશ કુમારે જણાવ્યું કે તેમની હોસ્પિટલમાંથી અત્યાર સુધીમાં 90થી વધુ ઓમિક્રોન દર્દીઓ સ્વસ્થ થયા છે. મોટાભાગના ચેપગ્રસ્તોમાં થાકની સમસ્યા સૌથી વધુ જોવા મળી હતી.

આ લક્ષણ લગભગ તમામ દર્દીઓમાં જોવા મળે છે. ઘણા દર્દીઓ લક્ષણો વગરના હતા. જેમને કોઈ સમસ્યા ન હતી. ડૉકટરે જણાવ્યું કે હોસ્પિટલમાંથી 90 ટકા ઓમિક્રોન દર્દીઓ એક અઠવાડિયામાં સ્વસ્થ થઈને ઘરે જઈ રહ્યા છે.

કોરોનાના લક્ષણો શું છે

હાંફ ચઢવી
સ્વાદ અથવા ગંધ જતા રહેવા
સતત થાક
સુકુ ગળું
ઉલટી ઝાડા સાથે ઉંચો તાવ
સતત ઉધરસ

આ બાબતો ધ્યાનમાં રાખો

બહાર જતી વખતે માસ્ક પહેરો.
લોકોથી પૂરતું અંતર રાખો.
તમારા હાથ ધોવાનું રાખો.
ભીડવાળી જગ્યાઓ પર ન જાવ.

આ પણ વાંચોઃ

કેન્દ્રએ રાજ્યોને કર્યો નિર્દેશ, આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજનના સાધનો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે કેમ તેની ખાતરી કરો

આ પણ વાંચોઃ

Health Care Tips: ગળ્યુ ખાવાની લાલસાને તમે આ રીતે નિયંત્રિત કરી શકો છો, અપનાવો આ ટિપ્સ

 

Next Article