Health Care : ડાયાબિટીસના દર્દીઓએ કિડની ફેલ થવાથી બચવા માટે આ એક શાકભાજીનો રસ પીવો છે જરૂરી

|

Mar 11, 2022 | 7:31 AM

લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે સંતુલિત આહાર, સ્વસ્થ જીવનશૈલી, કસરત જેવા ઉપાયોની મદદ લેવામાં આવે છે.આ સિવાય લોકો કેટલાક ઘરેલું ઉપચાર પણ કરી શકે છે. શક્તિશાળી ડુંગળીના રસનું સેવન પણ એક એવી રેસીપી છે જેને ઘણા ડાયાબિટીસના દર્દીઓ અજમાવતા હોય છે.

Health Care : ડાયાબિટીસના દર્દીઓએ કિડની ફેલ થવાથી બચવા માટે આ એક શાકભાજીનો રસ પીવો છે જરૂરી
Diabetes Patients Need To Drink This One Vegetable Juice To Prevent Kidney Failure(Symbolic Image )

Follow us on

ડાયાબિટીસ(Diabetes )  એ હાલમાં સૌથી ઝડપથી ફેલાતા રોગોમાંનો એક છે. ડાયાબિટીસથી પીડિત વ્યક્તિના અંગો (Organs )પર ખૂબ જ વ્યાપક અસર થાય છે જે શરીરને નબળા, બીમાર અને અંદરથી રોગોથી ઘેરાયેલું બનાવી શકે છે. ડાયાબિટીસ પણ કિડનીના રોગો અને કિડની(Kidney ) ફેલ થવાનું મુખ્ય કારણ છે.

કિડની સિવાય ડાયાબિટીસનો રોગ હૃદય, આંખ અને લીવર જેવા મહત્વપૂર્ણ અંગો માટે પણ ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ડાયાબિટીસથી પીડિત વ્યક્તિના લોહીમાં ગ્લુકોઝની માત્રામાં ઘણી વધઘટ થાય છે અને આ સ્થિતિ ડાયાબિટીસ સંબંધિત ગૂંચવણો વધારવાનું કામ કરી શકે છે. તેથી જ, ડાયાબિટીસના દર્દીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ કિંમતે તેમના બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરે.

બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે ડુંગળીનો રસ ઘરેલુ ઉપાય છે.

લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે સંતુલિત આહાર, સ્વસ્થ જીવનશૈલી, કસરત જેવા ઉપાયોની મદદ લેવામાં આવે છે.આ સિવાય લોકો કેટલાક ઘરેલું ઉપચાર પણ કરી શકે છે. શક્તિશાળી ડુંગળીના રસનું સેવન પણ એક એવી રેસીપી છે જેને ઘણા ડાયાબિટીસના દર્દીઓ અજમાવતા હોય છે. અહીં વાંચો ડાયાબિટીસમાં ડુંગળીના રસનું સેવન કરવાના સ્વાસ્થ્ય લાભો વિશે, સાથે જ જાણો તેને બનાવવાની અને ખાવાની સાચી રીત. (ડાયાબીટીસમાં ડુંગળીનું સેવન કેવી રીતે કરવું)

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

ડાયાબિટીસના દર્દીઓ માટે ડુંગળીનું સેવન

2 મધ્યમ કદની ડુંગળી લો અને તેને છોલીને સાફ કરો. હવે આ ડુંગળીને નાના ટુકડા કરી લો.
હવે ડુંગળીમાં એક ગ્લાસ પાણી ઉમેરો અને તેને મિક્સર અથવા બ્લેન્ડરમાં પીસી લો.
હવે, તેમાં 2 ચમચી લીંબુનો રસ ઉમેરો અને સ્વાદ મુજબ રોક મીઠું (પિંક હિમાલયન સોલ્ટ) ઉમેરો અને ફરી એકવાર મિક્સરને હલાવો. જો તમે ઈચ્છો તો તેમાં અડધી ચમચી મધ પણ ઉમેરી શકો છો. પછી, મિશ્રણને ગાળીને તરત જ પી લો.

ડુંગળી ખાવાના અન્ય સ્વાસ્થ્ય લાભો

કાચી ડુંગળીનું સેવન વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે
ડાયેટરી ફાઇબરથી સમૃદ્ધ હોવાને કારણે, પાચન તંત્ર અને આંતરડાના કાર્યો શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે.
ડુંગળીના સેવનથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોવાથી ડુંગળીના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

આ પણ વાંચો :

Health Tips : વધુ પડતું મીઠાનું સેવન તમને વહેલા ઘરડા પણ બનાવી શકે છે, જાણો વધુ માહિતી

Exercise and Yoga : સવારે એનર્જી મેળવવા કોફી-ચાની જગ્યાએ આ યોગાસનોથી કરો દિવસની શરૂઆત

Next Article