Health : ખૂબ જ થાકી ગયા પછી રાત્રે ઊંઘ નથી આવતી ? આ આયુર્વેદિક નુસખા કરશે મદદ

|

Sep 04, 2022 | 9:52 AM

ઘણા લોકોને ખૂબ જ થાકના કારણે રાત્રે ઊંઘ (sleep) આવતી નથી. શું તમે પણ આ સમસ્યાથી પીડાવો છો ?આ સ્થિતિને અંગ્રેજીમાં સ્લીપિંગ ડિસઓર્ડર (Sleeping disorder) કહે છે. જો તમે આ હેલ્થ પ્રોબ્લેમથી રાહત મેળવવા માગતા હોવ તો આ આયુર્વેદિક ટિપ્સ ફોલો કરો.

Health : ખૂબ જ થાકી ગયા પછી રાત્રે ઊંઘ નથી આવતી ? આ આયુર્વેદિક નુસખા કરશે મદદ
થાકના કારણે રાત્રે ઊંઘ નથી આવતી તો આયુર્વેદિક પદ્ધતિથી મદદ મળશે

Follow us on

કહેવાય છે કે કોઈ દિવસે વધુ થાકેલા હોવ ત્યારે તમને ઘણી સારી ઊંઘ (Sleep) આવે છે. સારી ઊંઘને ​​પણ એક પ્રકારનું ધ્યાન (meditation) માનવામાં આવે છે, કારણ કે તે આપણા શરીરને જ નહીં પરંતુ મનને પણ આરામ આપે છે. જે લોકો નિયમિત રીતે 8 કલાકની ઊંઘ લે છે, તેઓ બીજા દિવસે જાગીને તાજગી અનુભવે છે. પહેલાના જમાનામાં મોટાભાગના લોકો આવું જીવન જીવતા હતા, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. આજે લોકોનું જીવન વ્યસ્ત બની ગયુ છે. ઓછા સમય અને વધુ જવાબદારીઓને કારણે કેટલાક લોકો યોગ્ય રીતે સૂઈ શકતા નથી. તેઓ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક (Mental Health) રીતે પણ ખૂબ થાકી જાય છે, પરંતુ તેમ છતાં તેઓ ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છે.

થાકી ગયા હોવ અને રાત્રે કલાકો સુધી પથારીમાં પાસા ફરતા રહેવુ પડે એ એક પ્રકારનો રોગ છે, મોટાભાગના લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો તો નથી કરી રહ્યા. આ સ્થિતિને અંગ્રેજીમાં સ્લીપિંગ ડિસઓર્ડર કહે છે. જો તમે આ હેલ્થ પ્રોબ્લેમથી રાહત મેળવવા માગતા હોવ તો આ આયુર્વેદિક ટિપ્સ ફોલો કરો.

ફૂટ મસાજ

શું તમે જાણો છો કે જો પગ હળવા હોય તો આપણું મન પણ શાંત રહે છે. જો તમારા પગને આરામ મળશે, તો તમે સારી રીતે ઊંઘી શકશો. થાક વચ્ચે પગમાં સતત દુખાવો ખૂબ અસર કરે છે અને ઊંઘ આવતી નથી. તમારે ફક્ત સરસવના તેલને ગરમ કરીને પગના તળિયા પર માલિશ કરવાનું છે. લગભગ 5 થી 7 મિનિટ સુધી તળિયાની માલિશ કરો અને કપડામાંથી તેલ કાઢીને સૂઈ જાઓ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આયુર્વેદિક દૂધ

અહીં દવાયુક્ત દૂધ એટલે આયુર્વેદિક રીતે દૂધ તૈયાર કરવું. આ માટે હૂંફાળું દૂધ લો અને તેમાં 1/4 ચમચી જાયફળ પાવડર, એક ચપટી હળદર અને એલચી પાવડર ઉમેરો. આ વસ્તુઓને દૂધમાં મિક્સ કર્યા પછી તેને ફરીથી ઉકાળો અને જ્યારે તે હૂંફાળું હોય ત્યારે ચૂસકીથી પી લો. આયુર્વેદિક રીતે તૈયાર કરેલું આ દૂધ પીવાથી તમારું શરીર હળવાશ અનુભવશે અને તમને સારી ઊંઘ આવશે. તેની સાથે જ થાક પણ દૂર થશે.

આહારનું ધ્યાન રાખો

આપણો આહાર આપણા સ્વાસ્થ્યનું રહસ્ય છે. તમે જે પણ ખાઓ છો તે તમારા સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આયુર્વેદિક તજજ્ઞો કહે છે કે હંમેશા ઓછું તેલ અને ઓછા મસાલાવાળો ખોરાક ખાઓ. હંમેશા સૂર્યાસ્ત પહેલા ખાઓ અને વધુ ને વધુ પાણી પીઓ. આ સિવાય સાંજે ચાનું સેવન, ગરમ ખોરાક ખાવા જેવી ખરાબ આદતોથી દૂર રહો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.તજજ્ઞોની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Next Article