
Health News: શરીરને સ્વસ્થ રાખવા માટે જેટલુ ડાયેટ જરૂરી છે એટલુ જ જરૂરી પાણી (Water) પણ છે. પાણી શરીર માટે ખુબ જ જરૂરી છે. જો અમે દરરોજ જરૂરી માત્રામાં પાણી નથી પીતા તો તમે ભલે ગમે તેટલુ સખ્ત ડાયેટ ફોલો કરો પણ તમારૂ સ્વાસ્થ્ય સારૂ નહીં થઈ શકે. યોગ્ય માત્રામાં પાણી ના પીવાથી તેની અસર આપણા શરીર પર જોવા મળે છે.
શરીરમાં પાણીની અછતથી ડિહાઈડ્રેશનની સમસ્યા થવા લાગે છે. તેની સાથે જ શરીરની સ્કીન પર પાણીની અછત જોવા મળે છે. ત્યારે જાણો જો તમે સતત એક અઠવાડિયા સુધી દરરોજ ઓછામાં ઓછા 5 મોટા ગ્લાસ પાણી પીવો છો તો તમારા શરીરમાં કયા કયા ફેરફાર આવશે.
જે લોકોને પેટની બિમારીઓની સમસ્યા રહેતી હોય છે, તેમને જરૂરી માત્રામાં પાણી પીવુ જોઈએ. જો તમારૂ પાચન ખરાબ છે, કબજિયાતની સમસ્યા રહે છે અથવા તો પછી પેટ સંબંધિત અન્ય કોઈ બિમારી છે તો પાણીથી મોટો ફાયદો મળી શકે છે. દરરોજ ઓછામાં ઓછા 5 મોટા ગ્લાસ પાણી પીવાનું શરૂ કરી દો.
આ પણ વાંચો: Stretch Marks: સ્ટ્રેચ માર્ક્સથી પરેશાન છો તો અપનાવો આ નુસખાઓ, થોડા દિવસોમાં જ નિશાન થઇ જશે ગાયબ
શરીરમાં રહેલા ઝેરી પદાર્થો એટલે કે ટોક્સિન્સને બહાર કાઢવા ખુબ જ જરૂરી છે. જો તમારા શરીરમાંથી ટોક્સિન્સ બહાર નથી નીકળતા તો તેનાથી સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી શરીરને કોડિટોક્સ કરવું જરૂરી છે. તેના માટે તમે જરૂરી માત્રામાં પાણી પીવો. દરરોજ ઓછામાં ઓછા 5 ગ્લાસ જેટલુ પાણી પીવો. થોડા દિવસની અંદર જ તમને શરીર સારી રીતે ડિટોક્સીફાઈ થઈ જશે.
શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે દરેક અંગને પાણીની જરૂર હોય છે. થોડા અંગ એવા પણ છે જે પાણીની કમીના કારણ ઝડપથી ખરાબ થવા લાગે છે. જણાવી દઈએ કે જો જરૂરી માત્રામાં પાણી ના પીવો તો લિવર અને કિડની જેવા અંગોને વધારે નુકસાન થાય છે.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
Published On - 5:23 pm, Sat, 7 October 23