કોરોનામાંથી સાજા થયા પછી પણ રહે છે માથાનો દુખાવો, તો અજમાવો આ ઘરેલું ઉપચાર

|

Feb 08, 2022 | 11:13 AM

કોરોનામાંથી સાજા થયા પછી પણ તેના લક્ષણો અનુભવતા રહે છે. મોટાભાગના લોકો નબળાઈની સમસ્યા અનુભવે છે. એટલું જ નહીં માથાનો દુખાવો પણ આવા લોકોને ખૂબ પરેશાન કરે છે. મલ્ટીવિટામિન્સ લેવા છતાં પણ લોકોમાં માથાનો દુખાવોની સમસ્યા યથાવત છે, તેના માટે અહીં કેટલાક ઉપચારો પ્રસ્તુત છે.

કોરોનામાંથી સાજા થયા પછી પણ રહે છે માથાનો દુખાવો, તો અજમાવો આ ઘરેલું ઉપચાર
symbolic image

Follow us on

કોરોના જેવી મહામારીએ દેશ અને દુનિયાને ભરડામાં લીધી છે. કોવિડ-19 (Coronavirus) થી કરોડો લોકોને નુકસાન થયુ છે અને મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘણા એવા પણ છે જેઓ કોરોના સામેની લડાઈ જીત્યા બાદ જીવિત છે પણ કોરોનામાંથી સાજા થયા પછી પણ તેના લક્ષણો અનુભવતા રહે છે. મોટાભાગના લોકો નબળાઈની સમસ્યા અનુભવે છે (Weakness after Corona). એટલું જ નહીં માથાનો દુખાવો પણ આવા લોકોને ખૂબ પરેશાન કરે છે. મલ્ટીવિટામિન્સ લેવા છતાં પણ લોકોમાં માથાનો દુખાવોની સમસ્યા યથાવત છે.

આ માટે ડૉક્ટરની સલાહથી દવા લઈ શકાય છે, પરંતુ દવાની અસર પુરી થયા ગયા ફરીથી માથાનો દુખાવો પરેશાન થવા લાગે છે. તેના બદલે આવા ઘણા આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપચાર છે, જેની મદદથી આ સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે. તેમના વિશે જાણો…

તુલસી ચા

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

માથાનો દુખાવો દૂર કરવા માટે તુલસીની ચાનું સેવન કરી શકાય છે. તુલસીના પાનને એક પ્રકારનુ કુદરતી ઓસડિયુ માનવામાં આવે છે. તે તણાવગ્રસ્ત માંચપેસીઓને શાંત કરવામાં મદદ કરે છે. એક કપ પાણી ઉકાળો અને તેમાં તુલસીના પાન નાખીને ઉકળવા દો. હવે આ ચા ધીમે ધીમે પીઓ. જો તમે ઈચ્છો તો તેમાં થોડું મધ પણ ઉમેરી શકો છો.

ફુદીના ડ્રિન્ક

ફુદીનામાં પીડાનાશક ગુણ હોય છે, જે માથાનો દુખાવો ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. ફુદીનાના થોડા પાન લો અને તેનો રસ કાઢીને કપાળ પર લગાવો તેનાથી તમને થોડીવારમાં રાહત મળશે. ઉપરાંત તમે ફુદીનાની ચાનું સેવન પણ કરી શકો છો.

વરાળ લો

માત્ર માથાનો દુખાવો જ નહીં, શરદી-કફ જેવી સમસ્યાને પણ વરાળથી દૂર કરી શકાય છે. આ માટે આદુનો પાવડર લો અને તેને પાણીમાં ઉકાળો. હવે થોડી વાર આદુના પાણીની વરાળ શ્વાસમાં લો. ધ્યાન રાખો કે સ્ટીમ લેતી વખતે ચહેરો ગરમ પાણીની નજીક ન હોવો જોઈએ. તેનાથી ત્વચા પર ખરાબ અસર પડે છે.

આદુથી મળશે રાહત

માથાનો દુખાવો દૂર કરવામાં આદુ મહત્વની ભૂમિકા ભજવે છે. તેને ખાવાથી અને લગાવીને બંનેનું સેવન કરી શકાય છે. એક ચમચી આદુનો પાવડર લો અને તેમાં બે ચમચી પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને થોડીવાર કપાળ પર લગાવી રાખો. તે માથાના દુખાવાની દવાની જેમ કામ કરશે અને રાહત આપશે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેના ઉપયોગ પૂર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

આ પણ વાંચો :U19 World Cup વિજેતા ટીમ ઇન્ડિયાનો આ યુવા ક્રિકેટર ATS અધિકારીનો પુત્ર, 16 વર્ષની ઉંમરે ગુજરાત અને સૌરાષ્ટ્ર સામે સદી અને બેવડી સદીથી ધમાલ મચાવી હતી

આ પણ વાંચો : Corona: ઝડપથી ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, દેશમાં નવા કેસ 70 હજારથી ઓછા, એક્ટિવ કેસ ઘટીને 10 લાખની નીચે નોંધાયા

Next Article