Food: ફ્લાઈટમાં ટ્રાવેલ કરતા પહેલા આ ફૂડ ના ખાવ, થઈ શકે છે મોટી સમસ્યા

|

Mar 27, 2023 | 6:44 PM

સ્વાસ્થ્ય નિષ્ણાંતનું માનીએ તો ફાસ્ટ ફૂડ તમને ઈનડાઈઝેશન, ઉબકા કે પેટના ફૂલી જવાની સમસ્યા થઈ શકે છે. આજે અમે તમને તે ફૂડ વિશે જણાવીશું, જેને ફ્લાઈટમાં ગયા પહેલા ના ખાવુ જોઈએ.

Food: ફ્લાઈટમાં ટ્રાવેલ કરતા પહેલા આ ફૂડ ના ખાવ, થઈ શકે છે મોટી સમસ્યા

Follow us on

હવાઈ મુસાફરી કરવાની એક અલગ જ મજા હોય છે. પ્લેનમાં મુસાફરી કરવા દરમિયાન જો તમને વિન્ડો સીટ મળી જાય તો મજા બમણી થઈ જાય છે પણ તમને જણાવી દઈએ કે ફ્લાઈટમાં ભૂખ્યા પેટે ટ્રાવેલ કરવુ ખતરનાક સાબિત થઈ શકે છે પણ વધારે ફૂડ પણ ખાઈને ટ્રાવેલ ના કરવુ જોઈએ. ફ્લાઈટમાં બોર્ડ થયા પહેલા ઘણા લોકો અલગ અલગ પ્રકારના નાસ્તા કરતા હોય છે પણ તમારા સ્વાસ્થ્ય માટે તે ખુબ જ મોટુ જોખમ છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતનું માનીએ તો ફાસ્ટ ફૂડ ખાવાથી તમને ઈનડાઈઝેશન, ઉબકા કે પેટના ફૂલી જવાની સમસ્યા થઈ શકે છે. આજે અમે તમને તે ફૂડ વિશે જણાવીશું, જેને ફ્લાઈટમાં ગયા પહેલા ના ખાવુ જોઈએ.

આ પણ વાંચો: Gujarati Video: રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો, બે મહિનામાં 74 દર્દી નોંધાયા, એક દર્દીનું મોત થયુ

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સફરજન

આમ તો સફરજન સ્વાસ્થ્ય માટે ખુબ જ હેલ્દી માનવામાં આવે છે પણ તે ખતરનાક પણ હોય શકે છે. સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેને પચવામાં મુશ્કેલી થાય છે. તેને લઈ તમને એસિડિટી અથવા ગેસની સમસ્યા થઈ શકે છે. સફરજનમાં શુગરની માત્રા પણ વધારે જોવા મળે છે, જેના કારણે તમારા આંતરડાના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. તે સિવાય તમે ફ્લાઈટમાં ગયા પહેલા પપૈયુ અથવા સંતરા જેવા ફ્રૂટ ખાઈ શકો છો.

ફ્રાઈડ ફૂડ

એરપોર્ટ પર ફેન્સી ફૂડ જોઈને આપણે વારંવાર તેને ખાવા માટે ખેંચાઈ જઈએ છીએ. તળેલા ખોરાકમાં સેચુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોય છે. પ્લેનમાં બેઠા પહેલા બર્ગર અથવા ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાથી તમને હાર્ટ બર્ન થઈ શકે છે.

સ્પાઈસી ફૂડ

ફ્લાઈટમાં ટ્રાવેલ કર્યા પહેલા વધુ તેલવાળુ અને વધારે તીખુ ફૂડ જેમ કે હોટ સોસ, બિરયાની, પરાઠા અને અથાણું ખાવાથી તમારા પેટમાં તકલીફ થઈ શકે છે. તેનાથી તમને હાર્ટ બર્ન અને બ્લેડર ઈરિટેશનની સમસ્યા પણ થઈ શકે છે. આ ફૂડમાં કેલરી વધારે હોય છે, જેનાથી તમારા મોંમાં સ્મેલ પણ આવી શકે છે.

બ્રોકલી

બ્રોકલી તમારા દરરોજના ડાયેટમાં જરૂર સામેલ કરવી જોઈએ પણ એર ટ્રાવેલ કરતા પહેલા તેને ખાવી યોગ્ય નથી. ફ્લાઈટમાં બેસતા પહેલા તમારે ક્યારેય કાચા સલાડને ના ખાવુ જોઈએ, કારણ કે તેનાથી તમને અપચો થઈ શકે છે.

લાઈફસ્ટાઈલ અને હેલ્થના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

હેલ્થ ન્યૂઝ અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Next Article