નવરાત્રિ (Navratri 2023)ની શરુઆત થઈ ચુકી છે આ 9 દિવસ લોકો માટે ખાસ હોય છે. આ 9 દિવસ ભારતભરમાં ખુબ ધુમ મચે છે. નવરાત્રિ દરમિયાન લોકો માતાજીને પ્રસન્ન કરવા માટે વ્રત પણ રાખે છે. વોટ લોસ કરનાર લોકો માટે નવરાત્રિનો તહેવાર ખુબ જ ખાસ હોય છે. તે પોતાની વેટ લોસ જર્નીને ચાલુ રાખી શકે છે.
હેલ્થ એક્સપર્ટ કહે છે કે, આ 9 દિવસમાં તમે વ્રતને યોગ્ય રીતે કરી વેટ લોસ જર્નીને યોગ્ય રીતે જાળવી શકો છો. આજે અમે તમને કેટલીક એવી ડાયટ પ્લાન વિશે જણાવીશું, જેને તમે સરળતાથી વેટ લોસ કરી શકશો. ચાલો જાણીએ આ વિશે.
આ પણ વાંચો : Health Tips : 20 વર્ષની ઉંમરે તમે 40ના દેખાશો! આ ખોરાક તમને વૃદ્ધ બનાવશે
હેલ્થ એક્સપર્ટ એવું પણ કહે છે કે, જો તમે વજન ઓછો કરવા માંગો છો તો આ માટે તમારે ભુખ્યા પેટે રહેવાની જરુર નથી. તમે યોગ્ય ડાયટ પ્લાન ફોલો કરીને પણ વેટ લોસ કરી શકો છો.
બ્રેકફાસ્ટ : વેટ લોસ કરવા માટે તમે બ્રેકફાસ્ટમાં રાજગરાના લોટનો ઉપમા બનાવી ખાઈ શકો છો.
નાસ્તા બાદ : બ્રેકફાસ્ટ બાદ તમે મિલ્ક શેકની સાથે હાઈ ફાઈબર વાળા ફ્રુટ્સ જેવા કે નાશપતિ, પૈપયું કે પછી સફરજન લઈ શકો છો.
લંચ : ત્યારબાદ તમે લંચમાં તમે Buckwheat ખીચડી ખાઈ શકો છો.
ડિનર : રાત્રિભોજનમાં તમે સ્કિમ્ડ મિલ્ક, રાયતું અથવા રાજગરાની રોટલી ખાઈ શકો છો.
આ સિવાય તમે ઉપવાસ દરમિયાન બદામ પણ ખાઈ શકો છો. અખરોટમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે. જો કે, અખરોટને ખાતા પહેલા તેને પલાળી દો. તેનાથી શરીરને વધુ ફાયદો થશે.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો