રોજ સવારે ખાલી પેટ ચા પીવાથી થાય છે નુકશાન, જાણી લો તેની Side Effects

|

Aug 08, 2022 | 10:39 PM

આપણામાંથી ઘણા લોકો ચાના શોખીન હોઈ છે પણ તેમની કેટલીક આદતો તેમને મોટી મુશ્કેલીમાં મુકી શકે છે. જેમ કે સવારે ખાલી પેટ ચાનું (tea) સેવન કરવુ.

રોજ સવારે ખાલી પેટ ચા પીવાથી થાય છે નુકશાન, જાણી લો તેની Side Effects
Morning Tea Side Effects
Image Credit source: file photo

Follow us on

તમે સોશિયલ મીડિયા પર ચા (Tea)ના દિવાનાઓના અનેક વીડિયો અને સ્ટેટસ જોયા જ હશે. ભારતમાં લાખો લોકો ચાના ચાહક છે. કેટલાક લોકો ચા પાછળ એટલા પાગલ હોય છે કે દિવસમાં 10થી વધારે કપ ચા પી જતા હોય છે. ભારતમાં ચાનું સૌથી વધારે સેવન થાય છે. લોકો પોતાના દિવસની શરુઆત ગરમ ગરમ ચાથી કરે છે, જેથી તેમનો આખો દિવસ ઊર્જાથી ભરેલો રહે અને આખો દિવસ એક્ટિવ રહી શકે. કેટલાક લોકોને ચાને લઈને કેટલીક ખરાબ આદતો હોય છે, જેમ કે, પથારી પર જ સૂતા સૂતા ચા પીવી, ચા ના મળે તો નિરાશ થઈ જવુ અને સવારે ખાલી પેટ ચાનું સેવન કરવુ. સવારે ખાલી પેટ ચા પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. અહીં જાણો કે સવારે ખાલી પેટ ચાનું સેવન કરવાથી કેવા નુકશાન (Morning Tea Side Effects) થઈ શકે છે.

એસિડિટી – ખાલી પેટ ચા પીવાથી એસિડિટીની સમસ્યા વધી જાય છે. તેનાથી પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે. તેથી સવારે ખાલી પેટ ચા પીવાનું ટાળો.

પેટમાં બળતરા – ખાલી પેટ ચા પીવાથી પેટમાં બળતરા થઈ શકે છે. જેના કારણે ઉબકા, ઉલ્ટી અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી ખાલી પેટ ચા પીવાનું ટાળો.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

પેટનું ફૂલવું અને ગેસ – સવારે ખાલી પેટ ચા પીવાથી પેટનું ફૂલવું અને ગેસની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ તમારી પાચન તંત્ર પર ખૂબ જ ખરાબ અસર કરે છે.

ચક્કર આવવા – ચામાં કેફીન હોય છે. જેના કારણે ઘણા લોકોને ચક્કર આવે છે. જે ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે.

ઓછી ભૂખ લાગવી – રોજ ખાલી પેટ ચા પીવાથી તમારી ભૂખ ઓછી થાય છે. ઘણા લોકો દિવસમાં ઘણી વખત ચા પીતા હોય છે. આ કારણે તમારો ખોરાક ઓછો થવા લાગે છે. જેના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે.

ઊંઘ ના આવવી – ખાલી પેટ ચા પીવાથી અનિદ્રાની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમાં રહેલ કેફીન તમારી ઊંઘની ગુણવત્તાને બગાડે છે. તમારા બ્લડ પ્રેશરનું સ્તર પણ વધારે છે. તણાવની સમસ્યા વધે છે. આવી સ્થિતિમાં ખાલી પેટે ચા પીવાનું ટાળવું જોઈએ.

Next Article