Pregnancy Tips : ગર્ભાવસ્થા દરમિયાન ભૂલથી પણ ન કરતા આ કામ નહીં તો મુશ્કેલીમાં મુકાય શકો છો

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાએ ઘણી બધી સાવચેતી રાખવાની જરૂર હોય છે. અહીં અમે એવા કેટલાક કામોનું લીસ્ટ લઇને આવ્યા છીએ કે જે ગર્ભવતી મહિલાએ ભૂલથી પણ ન કરવા જોઇએ.

Pregnancy Tips : ગર્ભાવસ્થા દરમિયાન ભૂલથી પણ ન કરતા આ કામ નહીં તો મુશ્કેલીમાં મુકાય શકો છો
Don't make these mistakes during pregnancy
| Edited By: | Updated on: Aug 01, 2021 | 8:35 AM

પ્રેગ્નેન્સી એક એવો સમય હોય છે કે જ્યારે એક મહિલાના પેટમાં નવી જીંદગી શ્વાસ લઇ રહી હોય છે. આ સમયે મહિલાના મનમાં પ્રસન્નતા હોય છે પણ તેની સાથે કેટલીક સમસ્યાઓનો સામનો પણ તેને કરવો પડે છે. પ્રગ્નેન્સી દરમિયાન બાળકનું સ્વાસ્થ્ય અને તેનું જીવન તેની માતા પર આધાર રાખે છે.

મહિલા જે પણ ખાઇ-પીવે છે અથવા તો જેવો પણ વ્યવહાર કરે છે તેનો અસર તેના બાળક પર પણ પડે છે. માટે જ ગર્ભાવસ્થા દરમિયાન મહિલાએ ઘણી બધી સાવચેતી રાખવાની જરૂર હોય છે. અહીં અમે એવા કેટલાક કામોનું લીસ્ટ લઇને આવ્યા છીએ કે જે ગર્ભવતી મહિલાએ ભૂલથી પણ ન કરવા જોઇએ.

1. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાએ કોઇ પણ જાતના ભારે સામાનને ઉચકવાથી બચવુ જોઇએ. કેટલીક મહિલાઓ આ સમય દરમિયાન ફર્નિચર ખસેડવાનું જેવા કામ કરી લે છે તેમને લાગે છે કે આ તો નાનું જ કામ છે, પરંતુ તેવું ન કરવુ જોઇએ. ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોનલ ચેન્જીસને કારણે જોઇન્ટ્સના ટીશ્યૂ ઢીલા થઇ ગયેલા હોય છે. તેવામાં એક સામાન્ય ઇજા પણ તમને મુશ્કેલીમાં મુકી શકે છે.

2. ગર્ભાવસ્થા દરમિયાન લાંબા સમય સુધી ઉભા ન રહેવું. આ સમય દરમિયાન બાળકનું વજન વધવાથી પેટ પર દબાણ વધે છે અને પગમાં સોજાની સમસ્યા પણ આવી શકે છે. લાંબા સમય સુધી ઉભા રહેવાથી પગનો દુખાવો અને કમરમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

3. ગર્ભાવસ્થા દરમિયાન વાંકુ વળવુ જોખમકારક હોય શકે છે. તેવામાં ઝાડું પોતા કરવા, કપડાં ધોવા જેવા કામો ન કરવા. જો તમને કોઇ પણ કામ કરવામાં તકલીફ અનુભવાય તો તરત જ તે કામ બંધ કરીને આરામ કરો.

4. ગર્ભાવસ્થા દરમિયાન દાદરા ચઢવાથી પણ બચવું જોઇએ. તમારા અંદર એક બાળક જીવી રહ્યુ છે. તમારુ વજન વધી ચૂકેલુ હોય છે. તેવામાં તમારા શરીરનું સંતુલન બગડી શકે છે અને તમારી સાથે તમારા બાળકના જીવન પર પણ જોખમ ઉભુ થઇ શકે છે.

 

આ પણ વાંચો – Sabarknatha: વિધર્મી યુવકે તસ્વીરો જાહેર કરવાની ધમકીઓ આપતા યુવતીએ ભર્યુ અંતિમ પગલુ, યુવકની ધરપકડ

આ પણ વાંચો – Coronavirus: ‘જે જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે ત્યાં લાગુ થાય લોકડાઉનના કડક નિયમો’, કેન્દ્રએ રાજ્યોને આપી સૂચના