તબીબોએ વર્ક ફ્રોમ હોમ કરતા કેટલાક લોકો પર અભ્યાસ કર્યો છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે મોટાભાગના લોકો લાંબા સમય સુધી ખુરશીમાં બેસીને કામ કરે છે અને લેપટોપ મોબાઈલને ખૂબ નજીકથી જોતા હોય છે, જેના કારણે તેમને ઘણું નમવું પડે છે.
આ એવી સ્થિતિ છે જેના કારણે કરોડરજ્જુમાં ઘણો ઝુકાવ આવે છે. તાજેતરના સમયમાં AIIMSના ઓર્થોપેડિક્સ વિભાગમાં આવેલા મોટાભાગના દર્દીઓ એવા હતા કે તેઓને કરોડના હાડકામાં દુખાવાની ફરિયાદ હતી.
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઘરેથી કામ કરતા લોકોની કરોડરજ્જુ પર અસર થાય છે. સતત બેસી રહેવાના કારણે કરોડરજ્જુ 120 ડિગ્રી સુધી ઝૂકી જાય છે અને તેના કારણે સામાન્ય માણસ બરાબર સીધો નથી થઈ શકતો. ડોક્ટરોએ માર્ચ 2020થી જૂન 2021 વચ્ચે દર્દીઓ પર આ અભ્યાસ કર્યો છે અને તેમાંથી આ બહાર આવ્યું છે.
મોટી સંખ્યામાં લોકો આ રોગથી પીડિત છે. જેના કારણે દર્દીઓને પીઠમાં દુખાવો, જ્ઞાનતંતુઓમાં અકડાઈ, શરીરમાં નબળાઈ, ગરદનમાં દુખાવો અને આખા શરીરમાં જકડાઈ જવાની લાગણી થાય છે. જો કે આ સિવાય દર્દીઓને કેટલીક બિમારીઓ થઈ રહી છે, જેમાં તેઓ કમરનો દુખાવો, સ્પોન્ડિલિટિસ, પાછળના ભાગમાં અને સ્નાયુઓમાં દુખાવાથી પીડાય છે.
એઈમ્સના ઓર્થોપેડિક્સ વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. વિવેક શંકરે કહ્યું કે કામ દરમિયાન વચ્ચે-વચ્ચે ઉઠીને થોડી કસરત કરવી જોઈએ, જેથી આવી બિમારીઓથી બચી શકાય. આ સાથે રોગ ગંભીર બનતા પહેલા જે લોકો ઘરેથી કામ કરી રહ્યા છે, જો તે લોકો થોડું કામ અને કસરત કરતા રહે તો આવા કોઈપણ રોગથી બચી શકાય છે. કેટલાક ઉપાયોથી ઘરેથી કામ કરવા છતા સ્વાસ્થ્યને જાળવી શકાય છે. જેથી સુવિધાની સાથે સ્વાસ્થ્ય પણ મળી રહે છે.
આ પણ વાંચોઃ Weight Loss: વજન ઘટાડીને ફિટ થયા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ચાહકોએ ઈન્સ્ટાગ્રામ પર ટિપ્સ માંગી
આ પણ વાંચોઃ મુંબઈ ક્રિકેટ એસોસિએશનના વડા મુંબઈ સીનિયર ટીમને મળ્યા, અજિંક્ય રહાણેનું કર્યુ સન્માન