શ્રાવણના ઉપવાસ દરમિયાન શરીરમાં અનુભવો છો નબળાઈ ? તો આહારમાં સામેલ કરો આ વસ્તુઓ

|

Jul 20, 2022 | 4:44 PM

Fasting health benefits : શ્રાવણના ઉપવાસ દરમિયાન ડાયટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચાલો જાણીએ એવા ખોરાક વિશે જેના કારણે તમે શરીરમાં નબળાઈ ના અનુભવો.

શ્રાવણના ઉપવાસ દરમિયાન શરીરમાં અનુભવો છો નબળાઈ ? તો આહારમાં સામેલ કરો આ વસ્તુઓ
Shravana fasting
Image Credit source: File Photo

Follow us on

શ્રાવણનો મહિનો એટલે કે ભગવાન શિવનો મહિનો. આ શ્રાવણના મહિનામાં ભોલેનાથ શિવની (Lord Shiva) આરાધના કરવામાં આવે છે. લોકો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઉપવાસ (Shravana fasting) કરતા હોય છે. ઉપવાસની સાથે ભગવાન શિવની પૂજા કરવાનો વર્ષોથી મહિમા છે. ઘણા લોકો નિરજલા ઉપવાસ પણ કરતા હોય છે. પણ આ ઉપવાસ દરમિયાન તમારા સ્વાસ્થનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઉપવાસને કારણે શરીરમાં ખોરાકના જાય તો શરીરને જરુરી પૌષક તત્વોની ઉણપ સર્જાઈ છે અને શરીરમાં નબળાઈ આવી જાય છે. શ્રાવણમાં ઘણા દિવસો સુધી ચાલતા ઉપવાસથી લોકોના સ્વાસ્થ્ય પર અસર થવા લાગે છે. નબળાઈ લાગવી, ચક્કર આવવા જેવી ઘણી સમસ્યાઓ લોકોને પરેશાન કરવા લાગે છે.

શ્રાવણમાં ઉપવાસ દરમિયાન આહારનું વિશેષ ધ્યાન રાખીને સ્વાસ્થ્ય જાળવી શકાય છે. શું તમે શ્રાવણના ઉપવાસ દરમિયાન સ્વસ્થ રહેવાની રીતો શોધી રહ્યા છો? તો તે ખોરાક વિશે જાણો જેને આહારમાં સામેલ કરીને તમે સ્વસ્થ રહી શકો છો.

ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરો – વ્રતમાં ભલે ખાદ્યપદાર્થો અને મીઠાની વસ્તુઓનું સેવન વર્જિત હોય, પરંતુ કેટલીક વસ્તુઓ દ્વારા શરીરમાં એનર્જી જાળવી શકાય છે. ઉપવાસ દરમિયાન ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરો, કારણ કે તે પેટ ભરવાની સાથે પોષણ પણ આપે છે. બદામ, કાજુ, અખરોટ જેવા ડ્રાયફ્રુટ્સનું મર્યાદિત માત્રામાં સેવન કરો જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આ પણ વાંચો

તાજા ફળોનું સેવન કરો – ઉપવાસમાં ભૂખ્યા રહીને ભગવાનની પૂજા કરવાની હોય છે, પરંતુ આ રીત સ્વાસ્થ્યને પણ બગાડી શકે છે. ઉપવાસની નિત્યક્રમનું સતત પાલન કરવાથી શરીરમાં પોષક તત્વોની અછત થાય છે અને નબળાઈ કે ચક્કર આવવા લાગે છે. આવી સ્થિતિમાં તમારે તાજા ફળો ખાવા જોઈએ, કારણ કે તે માત્ર શરીરને પોષણ જ નથી આપતા, પરંતુ શરીરને ઉર્જાવાન પણ રહે છે. ફળોને કારણે તમારુ શરીર એક્ટિવ રહેશે.

સલાડનું સેવન કરો – ઉપવાસ દરમિયાન શરીરની અંદર એનર્જી જાળવી રાખવા માટે તમે આહારમાં સલાડ પણ ઉમેરી શકો છો. સલાડમાં કાકડી, ટામેટાનું વધુ સેવન કરો, કારણ કે આ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સલાડ ખાવાથી તમને વધારે ભૂખ લાગશે નહીં. આ સાથે શરીરમાં પાણીની ઉણપ પણ પૂરી થશે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પૂર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Next Article