આટલા બધા ફાયદાઓ હોવા છતાં શું તમે જાણો છો કે સીતાફળ શરીરને ઘણી રીતે નુકસાન પણ કરી શકે છે. ભલે તે શરીર માટે સારું માનવામાં આવે છે, પરંતુ તેનું સેવન તમારી સામે ઘણી સમસ્યાઓ લાવી શકે છે. બીજી તરફ તજજ્ઞોના મતે દિવસમાં એકવાર માત્ર એક સીતાફળનું સેવન કરવું જોઈએ. આવો અમે તમને જણાવીએ સીતાફળથી સ્વાસ્થ્યને થતાં નુકસાન વિશે
સીતાફળ સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવે છે અને તેથી તેને ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને તેના કારણે એલર્જી અથવા ખંજવાળ પણ થઈ શકે છે. જ્યારે પણ તમે સીતાફળ ખાઓ અને તે પછી તમને એલર્જી કે ખંજવાળની સમસ્યા થવા લાગે તો તરત જ તેનું સેવન બંધ કરી દો. એટલું જ નહીં જેમને પહેલેથી જ એલર્જીની સમસ્યા છે, તેમને સીતાફળ ન ખાવાની સલાહ આપવામાં આવે છે.
એવું પણ જોવામાં આવ્યું છે કે સીતાફળના કારણે ઘણા લોકોને પેટની સમસ્યા થવા લાગે છે. જેમને પાચન સંબંધી સમસ્યા હોય તેમણે સીતાફળ બિલકુલ ન ખાવું જોઈએ. સીતાફળને ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જો સીતાફળ વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો તમને ફાઈબરને કારણે પેટમાં દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
સીતાફળમાં ઘણું આયર્ન હોય છે, જો તમે સીતાફળનું વધુ પ્રમાણમાં સેવન કરો છો તો તેના કારણે તમને ઉલ્ટી પણ થઈ શકે છે. તેના કારણે ઉબકા આવવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. તેથી સીતાફળને દિવસમાં માત્ર એક જ વાર અને માત્ર એક જ નંગ ખાવુ જોઈએ.
સીતાફળ કેલેરીથી ભરપૂર હોય છે. સીતાફળના વધુ પડતા સેવનથી શરીરમાં કેલરીની માત્રા વધે છે અને તેના કારણે વજન વધવાની સમસ્યા શરૂ થાય છે.
આ પણ વાંચોઃ અક્ષય-સારા અને ધનુષની અતરંગી રે એ બનાવ્યો નવો રેકોર્ડ, ડિઝની હૉટસ્ટાર પર બની સૌથી વધુ જોવાયેલી ફિલ્મ