Rainbow Diet: તંદુરસ્ત જીવન માટે રંગબેરંગી આહાર, જાણો રેઇન્બો ડાયેટ અને તેના ફાયદા વિશે

|

Jan 02, 2022 | 9:28 AM

વિશ્વમાં ઘણા પ્રકારના ડાયેટ છે, પરંતુ તેમાંથી સૌથી મહત્વપૂર્ણ છે રેઈન્બો ડાયેટ. તબીબોના મતે આ ડાયેટ અનુસરવાથી શરીરમાં લગભગ દરેક રોગ સામે રક્ષણ મળે છે.

Rainbow Diet: તંદુરસ્ત જીવન માટે રંગબેરંગી આહાર, જાણો રેઇન્બો ડાયેટ અને તેના ફાયદા વિશે
Health benefits of Rainbow diet

Follow us on

Rainbow Diet: દુનિયામાં ઘણા બધા અલગ-અલગ ડાયેટ હોવા છતાં, તેમાંથી સૌથી અસરકારક ડાયેટ છે રેઈન્બો ડાયેટ (benefits of Rainbow diet). તબીબોના મતે આકાશમાં મેઘધનુષ્ય જ્યારે પણ બને છે તે આપણા મનને પ્રસન્ન કરે છે. તો બીજી તરફ આહારમાં પણ રેઇન્બો ડાયેટ શરીર માટે તંદુરસ્ત (Health Benefits) છે. તે શરીરના વિવિધ પોષક તત્વોને વધારે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરના કોષોમાં નુકસાન થવાથી બચાવે છે. જેથી તેની અસર તમારા જીવનમાં તમારા સ્વાસ્થ્ય પર પડે છે. રેઈનબો ડાયેટમાં અનુસરવામાં અને ખાવામાં આવતા ફૂડ્સ અને તેના ફાયદા વિશે આજે આપણે જાણીશું.

લાલ

ઘણા લાલ શાકભાજી, ફળો આપણા હૃદય માટે સારા હોય છે. આ રંગમાં એન્ટીઑકિસડન્ટ લાઇકોપીન હોય છે. તે કેન્સર અને હૃદયની અન્ય ગંભીર બીમારીઓને દૂર કરી શકે છે. ઉપરાંત એન્થોકયાનિન સંયોજન પણ આમાં જોવા મળે છે, જે તેમની લાલાશનું કારણ છે. આ સ્નાયુઓને મજબૂત રાખે છે. લાલ મરચા, દાડમ, ટામેટાં, બીટ, તરબૂચ, સફરજન વગેરેનો સમાવેશ આમાં થાય છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

નારંગી

નારંગી ફળો અને શાકભાજીમાં કેરોટીન હોય છે. તે દ્રષ્ટિની ક્ષમતા સુધારવામાં મદદ કરે છે. નારંગી રંગઅમ ગાજર, પીચ જેવા ફળોનો સમાવેશ થાય છે. જેને વાળ અને ત્વચા માટે સારા માનવામાં આવે છે.

પીળો

શાકભાજી અને ફળોમાં પપૈયા, પાઈનેપલ, લીંબુ, કેરી, મકાઈ, બ્રોમેલેન, પપૈનનો રંગ પીળો હોય છે. જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. પીળા ખોરાકમાં રહેલ લ્યુટીન. જીઓક્સાન્થિન રંગદ્રવ્ય વય-સંબંધિત રોગો સામે અસરકારક છે.

લીલો

વિશ્વભરના નિષ્ણાતો કહે છે કે કાચા અને લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે માટે શ્રેષ્ઠ છે. તેમાં ઘણા બધા એન્ટીઑકિસડન્ટો હોય છે. પાલક, કોબી, કઠોળ, વટાણા, બ્રોકોલી, કોથમીર, કીવી, કાકડી, દ્રાક્ષ, લીલા સફરજન અને ફુદીના જેવા અનેક લીલા શાકભાજી છે. તેનો ફાયદો ડાયાબિટીસ, હૃદયમાં થાય છે. લીલા ફળ અને શાકભાજીમાં ફોલેટ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.

વાદળી અથવા જાંબલી

બેરી, કાળી દ્રાક્ષ, રીંગણ, બ્લેકબેરી, બ્લુબેરી જેવા ખોરાક વાદળી અને જાંબલી રંગના હોય છે. આ રંગના શાક અને ફળ મગજની ક્ષમતા વધારે છે. તેમાં રહેલ એન્થોસાયનિન્સ, રેસવેટ્રોલ તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. વધુમાં તે પાચનતંત્રમાં સુધારો કરે છે અને શરીરમાં બળતરા ઘટાડે છે.

સફેદ

બટેટા, લસણ, ડુંગળી, આદુ, મશરૂમ, કોબીજ, કેળા જેવા સફેદ ખોરાક સલગમ જેવા ખોરાકનો સમાવેશ થાય છે. આ ખોરાક શરીર પર કોલેસ્ટ્રોલને હાવી થવા દેતા નથી. હાઈ બ્લડ પ્રેશરમાં પણ આ મદદરૂપ થાય છે. આમાંથી તેમાંના મોટા ભાગનામાં ફાઈબર અને પોટેશિયમ હોય છે.

રેઇન્બો આહાર લેવાનો અર્થ એ નથી કે તમે હંમેશા તમારા આહારમાં તમામ રંગોનો સમાવેશ કરો. તમે તમારી પ્લેટમાં જેટલા વધુ રંગો ઉમેરી શકો તેટલા વધુ સારા. નિષ્ણાતોના મતે એક દિવસમાં 5 પ્રકારના ફળો અને શાકભાજી ખાવા જોઈએ. તો અઠવાડિયામાં ઓછામાં ઓછા 20 પ્રકારના ફળો અને શાકભાજી ખાવા જોઈએ.

 

આ પણ વાંચો: Omicron variant: બાળકોને પણ સંક્રમિત કરી રહ્યો છે ઓમિક્રોન, બાળકોની આ રીતે કાળજી લો

આ પણ વાંચો: Child Health: ગાજરની પ્યુરી બાળકો માટે ખૂબ જ ફાયદાકારક, જાણો તેની રેસિપી

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article