
સવારે ઉઠીને શરીરને રિચાર્જ કરવા માટે ચા સાથે નાસ્તો કરવો જરુરી છે. ભારતીય ઘરોમાં ઘણા લોકો સવારે ચા સાથે નાસ્તામાં પરાઠા ખાતા હોય છે. પરાઠા પંજાબ સહિત ભારતના અનેક રાજ્યોનું ફેવરિટ નાસ્તો અને ફૂડ છે. પણ જણાવી દઈએ કે પરાઠા તમારા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. જોકે, ચા સાથે પરાઠા ટેસ્ટી લાગે છે પણ તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એક ખરાબ ફૂડ કોમ્બિનેશન છે. એક રિપોર્ટ અનુસાર, ચા અને પરાઠા એક સાથે ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન થાય છે.
ભારતીયોમાં ચા પીવાનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી. આજકાલના વ્યસ્ત જીવનને કારણે લોકો દિવસમાં ગમે ત્યારે ચા પીવા જતા રહેતા હોય છે. શહેરો કે ગામમાં ચાની દુકાનો પર જોવા મળતી ભીડ તેની સાબિતી છે, કે લોકો કોઈપણ સમયે ચા પી લેતા હોય છે.
જો તમને ચા ખુબ પસંદ છે તો તેના સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખો. કોઈપણ ભોજન ખાદ્યાના 45 મિનિટ બાદ જ ચા પીવી જોઈએ. બપોરના ભોજન કે નાસ્તાના 1 કલાક બાદ ચા પીવી જોઈએ. જ્યારે સાંજે સ્નેક્સ ખાતા ખાતા ચા પી શકાય છે. આ રીતે તમે પોતાના સ્વાસ્થ્યને નુકશાન પહોંચતા બચાવી શકો છો.